Home> Gujarat
Advertisement
Prev
Next

રક્ષાબંધનની ભેટ: બહેનો અને બાળકોને ફ્રીમાં મુસાફરી કરાવશે સિટી અને BRTS બસ

પાલિકાએ રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીનાં બાળકો સિટી અને બીઆરટીએસમાં નિઃશુલ્ક યાત્રા કરી શકશે તેવી જાહેરાત કરી છે. પાલિકા દ્વારા ગત વર્ષે પણ રક્ષાબંધનના દિવસે બહેનો માટે મુસાફરી ફ્રી રાખવામાં આવી હતી. 

રક્ષાબંધનની ભેટ: બહેનો અને બાળકોને ફ્રીમાં મુસાફરી કરાવશે સિટી અને BRTS બસ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત-સિટી બસ અને બીઆરટીએસ બસ–સેવા રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીના બાળકો માટેનિઃશુલ્ક રહેશે. તહેવારના દિવસે બહેનો-જાહેર પરિવહન સેવાનો વધુ લાભ લઈ-શકે તે માટે પાલિકા દ્વારા આ જાહેરાત-કરવામાં આવી છે. 

ઓગસ્ટ નહીં સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ! આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે ખાનગી વાહનો દ્વારા દૂર સુધી મુસાફરી કરે છે. તેને ધ્યાને રાખી પાલિકાએ રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીનાં બાળકો સિટી અને બીઆરટીએસમાં નિઃશુલ્ક યાત્રા કરી શકશે તેવી જાહેરાત કરી છે. પાલિકા દ્વારા ગત વર્ષે પણ રક્ષાબંધનના દિવસે બહેનો માટે મુસાફરી ફ્રી રાખવામાં આવી હતી. 

કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? ધંધો કરતાં 1.35 કરોડનો અનાજનો જથ્થો સીઝ

ઉલ્લેખનીય છે કે સિટીબસ અને બીઆરટીએસની બસ સેવા શહેરના દરેક ખૂણે ઉપલબ્ધ હોવાથી બહેનોને પણ શહેરના કોઇ પણ વિસ્તાર સુધી પહોંચવામાં મુશ્કેલી નહીં પડશે. પાલિકાની ગણતરી મુજબ બીઆરટીએસના १३ તેમજ સિટીબસના 45 રૂટ પર કુલ 2 લાખ લોકો મુસાફરી કરે છે.

રક્ષાબંધન સાથે શરુ થતું આ સપ્તાહ કઈ રાશિ માટે શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

સુરત મહાનગર પાલિકા દ્વારા સીટીબસ અને બિઆરટીએસ બસનું ભાડૂ સામાન્ય વર્ગના લોકોને પણ પરવડે તે મુજબ નક્કી કરવામાં આવ્યા છે. સીટીબસ અને બીઆરટીએસ બસ સેવાનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સિનીયર સિટીઝન અને મહિલાઓ દ્વારા લેવામાં આવે છે. નોકરિયાત વર્ગના લોકો મોટી સંખ્યામાં બસ સેવાનો લાભ લે છે. તેમના માટે સીટીબસ સેવા આશિર્વાદ સમાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More