Home> Gujarat
Advertisement
Prev
Next

મોટી દુર્ઘટના ટળી! આર્મીના હેલિકોપ્ટરનું માંડવીમાં ઇમર્જન્સી લેન્ડિંગ, 5 જવાનનો આબાદ બચાવ

સુરતના માંડવી ખાતે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માંડવીના સઠવાવ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટર નું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોઈ કારણ સર હેલિકોપ્ટરમાં ટેક્નિક ખામી સર્જાઈ હતી.

મોટી દુર્ઘટના ટળી! આર્મીના હેલિકોપ્ટરનું માંડવીમાં ઇમર્જન્સી લેન્ડિંગ, 5 જવાનનો આબાદ બચાવ

ઝી બ્યુરો/સુરત: ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર માં ટેક્નિક ખામી સર્જાતા સુરતના માંડવી ખાતે આવેલા ગ્રાઉન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનો જોવા કૃતુહલવશ થઈ લોક ટોળાઓ ઉમટી પડ્યા હતા. 

આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ડિસેમ્બરનું પિક્ચર બાકી છે, જાણો શું છે ભયાનક આગાહી?

સુરતના માંડવી ખાતે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માંડવીના સઠવાવ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટર નું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોઈ કારણ સર હેલિકોપ્ટરમાં ટેક્નિક ખામી સર્જાઈ હતી. અને તેને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઇન્ડિયન આર્મીનું આ હેલિકોપ્ટરે નાસિક પુના ઇન્ડિયા સાઉથ સદન ખાતેથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરે નાસિકથી જોધપુર જઈ રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. 

વરસાદે 'ભારે' કરી! આ જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડૂતો બજારોમાં દોડ્યા

નાસિકથી જોધપુર જતા સમયે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે પાયલોટ દ્વારા સમય સુચકતા વાપરી ઈમરજન્સી લેન્ડિંગ માટે કન્ટ્રોલમાં મદદ માંગવામાં આવી હતી. ત્યારે સુરત ગ્રામ્યના માંડવી વિસ્તારમાં ત્રણ જેટલા હેલિપેડ આવ્યા હોય. માંડવી વિસ્તારના હેલિકોપ્ટર દ્વારા 10 જેટલા રાઉન્ડ લગાવ્યા બાદ સઠવાવ ખાતે આવેલા ગ્રાઉડ ખાતે સફળતા પૂર્વક હેલિકોપ્ટર લેન્ડ કરાવ્યું હતું. 

ગુજરાતની જનતા ઉપર કોની પનોતી બેઠી છે તે ખબર નથી પડતી, કોંગી નેતાના આ નિવેદનથી ખળભળાટ

આર્મીના આ હેલિકોપ્ટરમાં 1 પાયલોટ સાથે અન્ય 5 જવાનો સવાર હતા. સફળતા પૂર્વક થયેલ લેન્ડિંગને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઇમરજન્સી લેન્ડિંગ કરેલ હેલિકોપ્ટરની મદદ અર્થે અન્ય હેલિકોપ્ટરનું પણ ગ્રાઉન્ડ ખાતે ઉતારવામાં આવ્યું હતું. ત્યારબાદ જરૂરી સૂચન બાદ આર્મીનું એક હેલિકોપ્ટર સ્થળ પરથી રવાના કરાયું હતું. 

બાબા વેંગાની 2024 માટે ઘાતક ભવિષ્યવાણીઓ, ખુબ ચર્ચામાં રહેતા આ રાજનેતાનું થશે મોત?

આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગની વાતે કૃતુહલવશ થઈ લોકટોળાઓ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આજ અંગે માંડવી પોલીસ સ્ટાફ પણ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરના પાછળના ભાગના રોટરમાં ખામી સર્જાય હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હેલિકોપ્ટરમાં સર્જાયેલ ખામી દૂર કરવા હેલિકોપ્ટરને ફરી કાર્યરત કરવા કલાકોનો સમય લાગ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More