Home> Gujarat
Advertisement
Prev
Next

ત્રણ દિવસમાં સિંગતેલમાં 15 નો અને કપાસિયા તેલમાં 35 રૂપિયાનો વધારો ઝીંકાયો

રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સોયાબીન તેલની મળતર ઓછી થતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવ ઉચકાયા છે. ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. ફરી સીંગતેલનો ડબો 2300 એ પહોંચ્યો.તો કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો ઝીંકાયો છે. જેની સીધી અસર લોકોના બજેટ પર પડશે.

ત્રણ દિવસમાં સિંગતેલમાં 15 નો અને કપાસિયા તેલમાં 35 રૂપિયાનો વધારો ઝીંકાયો

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સોયાબીન તેલની મળતર ઓછી થતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવ ઉચકાયા છે. ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. ફરી સીંગતેલનો ડબો 2300 એ પહોંચ્યો.તો કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો ઝીંકાયો છે. જેની સીધી અસર લોકોના બજેટ પર પડશે.

સનફ્લાવર, કોર્ન ઓઈલ, અને ઘીના ભાવ યથાવત છે. પરંતુ સોયાબીનને કારણે કપાસિયા તેલ અને  સિંગતેલના ભાવ ઊંચકાયા છે. આ ભાવવધારો ગૃહિણીઓ માટે કમરતોડ બની રહેશે. જેની સીધી અસર ઘરના બજેટ પર થશે. ગૃહિણીઓને શાકભાજી, દાળ સહિત કિચનમાં વપરાતી અનેક વસ્તુઓ પર ભાવવધારાનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, વેપારીઓનુ કહેવુ છે કે સિંગતેલ અને કપાસિયા તેલમાં હજી પણ ભાવ વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં આ ભાવ વધારો જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More