Home> Gujarat
Advertisement
Prev
Next

નર્મદા નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ : ભરૂચમાં 35 ફૂટ સપાટી વટાવી, મોટાપાયે સ્થળાંતર કરાયું

Narmada Dam : સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો નર્મદા ડેમ... મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદના કારણે પાણીની ભારે આવક... નર્મદા ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલી 18 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ...

નર્મદા નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ : ભરૂચમાં 35 ફૂટ સપાટી વટાવી, મોટાપાયે સ્થળાંતર કરાયું

Heavy Rain in MP : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સીઝનમાં પહેલીવાર છલવાયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરાસાદને કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉભદવી છે. જેને કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચાંદોદ, ભરૂચ, દાહોદ અને વડોદરાના કરનાળીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા એલર્ટ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના ૨૫ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ તાલુકા તંત્રના અધિકારીઓ નદી કાંઠાના ગામોમાં નર્મદાના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી બચાવ ટુકડીઓ સાથે રહી કરી રહ્યા છે. 

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાય છે. મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદના કારણે નર્મદા ડેમાં પાણીની ભારે આવક થઈ રહી છે, અને પાણીનુ સ્તર સતત વધી રહ્યું છે. આ કારણે નર્મદા ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલી 18 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ભરૂચમાં ગોલ્ડનબ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી લીધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાના શરૂ થતાં 668 લોકોનું સ્થળાંતર કરાયું છે.  

આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી, 21 જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

ભરૂચમાં 31 ફૂટ સપાટી વટાવી
ભરૂચ ખાતે ઉપરવાસ માંથી નર્મદા નદીમાં 18 લાખ ક્યુસેક છોડવાના આવી રહ્યું છે. ત્યારે નર્મદા નદીમાં ભરૂચ ખાતે પાણીની સપાટી ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી સવારે 7 કલાકે 30 ફૂટને વટાવી છે. તંત્ર દ્વારા મહત્તમ નર્મદા નદીમાં ભરૂચ ખાતે પાણીની સપાટી 35 ફૂટ સુધી જવાની ધારણા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં થી કુલ 668 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદીમાં ભરૂચ ખાતે 35 ફૂટે સપાટી પોહચતા ભરૂચ, અંકલેશ્વર સિટી કાંઠા વિસ્તાર તેમજ 34 ગામોને અસર થશે. તમામ નીચા વાળા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓને સ્ટેન્ડ બાય રખાયા છે.

નર્મદા નદીનું પાણી ચાંદોદના લોકો માટે બન્યું આફત
તો બીજી તરફ નર્મદા નદીનું પાણી ચાંદોદના લોકો માટે આફત બન્યું છે. 2004 પછી બીજી વખત નર્મદા નદીનું પાણી બજાર સુધી આવી ગયું છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ચાંદોદને મોટી અસર થઈ છે. ચાંદોદ, કરનાળી અને નંદેરેયા ગામમાં નર્મદાના નીર ઘૂસ્યા છે. નર્મદા નદીના રૌદ્ર સ્વરૂપથી કરનાળી ગામ બેટમાં ફેરવાયું છે. યાત્રાધામ ચાંદોદના રસ્તા પર નર્મદાનું પાણી આવી ગયું છે. પાણીનો પ્રવાહ જોતા ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે. હાલ ગ્રામજનો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. આવામાં ઝી 24 કલાક ચાંદોદના ગ્રામજનો સુધી પહોંચ્યું હતું. ગ્રામજનો પાણી ક્યારે ઉતરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. ચાણોદમાં પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ પરિવારને SDRF ની ટીમે સલામત રીતે રેસ્ક્યું કરી બચાવ કર્યો હતો. વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે. ગ્રામજનો દુકાનનો સામાન ખાલી કરવા મજબૂર બન્યા છે. તો તમામ ગામનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. 

એનડીઆરએફ ગોઠવી દેવાઈ
ભારે વરસાદથી ગુજરાતમાં NDRFની 6 ટીમ તૈનાત કરી દેવાઈ છે. દક્ષિણ અને  મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ખરાબ છે. જેથી ભરૂચ, વડોદરા, નર્મદા, રાજકોટ, જૂનાગઢમાં NDRF ટીમ તૈનાત કરાઈ છે. તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરાયા છએ. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 6 ટીમ સજ્જ છે. 

મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણા કર્યાં 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના જન્મ દિવસ ના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ  પ્રસંગે મુખ્યમંત્રી રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાત ની જનતા જનાર્દન વતી જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખસચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ આ વેળાએ સહભાગી થયા હતા.

સાપ્તાહિક રાશિફળ : 18 થી 24 સપ્ટેમ્બરના દિવસો કેવા જશે, ત્રણ રાશિઓને મુશ્કેલીનો સામન

નર્મદે સર્વદે... સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલકાતા મુખ્યમંત્રીએ નીરના વધામણા કર્યાં

  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More