Home> Gujarat
Advertisement
Prev
Next

JAMNAGAR માં મળી આવ્યું તરતું સોનું, પોલીસ પણ આશ્ચર્યચકિત

SOG પોલીસ દ્વારા આજે પટેલ કોલોની વિસ્તારમાંથી કંભાળીયાના એક વ્યક્તિને પ્રતિબંધિત એમ્બ્રગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લીધો હતો. આશરે એકાદ કરોડ જેટલી કિંમતી આ દ્રવ્ય કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર એસઓજી પોલીસે આજે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે રહેતા ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. 

JAMNAGAR માં મળી આવ્યું તરતું સોનું, પોલીસ પણ આશ્ચર્યચકિત

જામનગર : SOG પોલીસ દ્વારા આજે પટેલ કોલોની વિસ્તારમાંથી કંભાળીયાના એક વ્યક્તિને પ્રતિબંધિત એમ્બ્રગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લીધો હતો. આશરે એકાદ કરોડ જેટલી કિંમતી આ દ્રવ્ય કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર એસઓજી પોલીસે આજે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે રહેતા ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. 

આ વ્યક્તિના કબ્જામાંથી એકાદ કરોડ રૂપિયાની કિંમતનું વ્હેલ માછલીનું એમ્બરગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લીધો હતો. આ દ્રવ્યની હાલ બજાર કિંમત 1 કરોડ રૂપિયા કરતા પણ વધારે થાય છે. એસઓજીએ આ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરીને આ રેકેટના મુળ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે. જામનગર પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એમ્બરગ્રીસના જથ્થાને ઝડપી લઇને લેબમાં પરીક્ષણ માટે મોકલી આપ્યો છે. 

એમ્બરગ્રીસ જેનો ફ્રેન્ચ અર્થ ગ્રેએમ્બર થાય છે, તે મીણ જેવો પદાર્થ હોય છે. જે સંરક્ષિત વ્હેલના પાચન તંત્રમાંથી ઉદ્ભવે છે. જ્યારે માછલીના પેટમાં અપચો થાય ત્યારે તે ઉલટી કરે ત્યારે આ પદાર્થ ઉલટી સાથે બહાર આવી જાય છે. આ એમ્બરગ્રીસ ખુબ જ તિવ્ર અને મજબુત દરિયાઇ ગંધ ધરાવે છે.આ એમ્બરગ્રીસ શરૂઆતી તબક્કામાં પીળા કલરનું હોય છે. જેમ જેમ પાકે છે તેમ તેમ તે કથ્થાઇ કલરનું બને છે. આ એમ્બરગ્રીસ દરિયાઇ ગંધ ધરાવતું હોવાથી તેની માંગ રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More