Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરમાં પોલીસે દેખાડી લાલ આંખ, લોકોને ચીમકી આપી કરાઈ ફ્લેગમાર્ચ

કોરોના વાયરસના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું છે. lockdownનું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરમાં પોલીસે દેખાડી લાલ આંખ, લોકોને ચીમકી આપી કરાઈ ફ્લેગમાર્ચ

હિતલ પારેખ, ગૌરવ પટેલ, મૌલિક ધામેચા / ગાંધીનગર : રાજ્યના પાટનગરમાં કોરોનાવાયરસ પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા શહેરના તમામ માર્ગો પર ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. પોલીસે 

કટોકટીને પહોંચી વળવા સરકારની તડામાર તૈયારી, અમદાવાદમાં મંગાવાયો 109 ટન ખાંડનો જથ્થો

કુડાસણ વિસ્તારથી લઈને સમગ્ર શહેરી વિસ્તારના મુખ્ય અને આંતરિક માર્ગો પર ફ્લેગમાર્ચ કાઢી હતી.  આ ફ્લેગમાર્ચમાં પોલીસ દ્વારા લોકોને ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવી અને સાથેસાથે ચીમકી પણ આપવામાં આવી છે કે જો લોકો ઘરમાં નહીં રહે તો પોલીસને કાયદાકીય પગલાં ભરવા પડશે.

સુરતનો બિલ્ડર ગજબનો દિલદાર, કોરોના સામે લડવા FB પર જાહેરાત કરી દીધી કે...

કોરોના વાયરસ ના કારણે દેશભરમાં lockdown કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થા જાળવવા માટે રેપીડ એક્શન ફોર્સની ટીમ હાલ સુરત આવી પહોંચી છે અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરી શકે છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું છે. lockdownનું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં લોકો બિનજરૂરી ઘરોની બહાર નીકળતા તેનો ચુસ્તપણે અમલ નથી થઈ રહ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More