Home> Gujarat
Advertisement
Prev
Next

જાફરાબાદના માછીમારોને 450 કિલો વજનની વિશાળકાય માછલી મળી

જાફરાબાદ બંદરથી માછીમારી કરવા માટે ગયેલી એક બોટને દરિયાની અંદર 60 નોટિકલ્સ માઇલ્સ પર 450 કિલોની મગરૂ નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલી એટલી વજનદાર હતી કે જાફરાબાદ કિનારા પર તેને પરત લાવવા માટે કેનની મદદ લેવી પડી હતી. આ માછલીને જોવા માટે લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. આટલી વિશાળકાય માછલીઓ જોઇને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. માછલીનાં લાખો રૂપિયા ઉપજે તેવી સંભાવના છે. જેથી ક્રેનની મદદથી માછલીને ફિશિંગ કંપની વેરાવળ બંદરથી લઇ જવામાં આવી હતી.

જાફરાબાદના માછીમારોને 450 કિલો વજનની વિશાળકાય માછલી મળી

અમરેલી : જાફરાબાદ બંદરથી માછીમારી કરવા માટે ગયેલી એક બોટને દરિયાની અંદર 60 નોટિકલ્સ માઇલ્સ પર 450 કિલોની મગરૂ નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલી એટલી વજનદાર હતી કે જાફરાબાદ કિનારા પર તેને પરત લાવવા માટે કેનની મદદ લેવી પડી હતી. આ માછલીને જોવા માટે લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. આટલી વિશાળકાય માછલીઓ જોઇને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. માછલીનાં લાખો રૂપિયા ઉપજે તેવી સંભાવના છે. જેથી ક્રેનની મદદથી માછલીને ફિશિંગ કંપની વેરાવળ બંદરથી લઇ જવામાં આવી હતી.

બાપુનગર લૂંટ: ઝડપી પૈસાદાર બનવા માટે ફિલ્મો જોઇને લૂંટનું કાવત્રુ ઘડ્યું

આ માછલી કોડલીવર ઓઇલનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. નિષ્ણાંતોના અનુસાર કોડલીવર ઓઇલનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. અનેક પ્રકારની મલ્ટી વિટામીનની દવામાં પણ કોડલીવર ઓઇલ વપરાતું હોય છે. ત્યારે આ માછલીનાં લાખો રૂપિયા ઉપજે તેવી શક્યતા છે. માછીમારો દરીયો ખેડવા માટે અવાર નવાર જતા હોય છે. ત્યારે અરબી સમુદ્રમાં ભઉલી પડેલી મગરૂ જાફરાબાદનાં માછીમારોને મળી આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More