Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અહીં બની રહ્યું છે લોખંડનું પ્રથમ સૌથી મોટું મહાકાય 'બાર્જ' જહાજ, જાણો શું છે ખાસિયતો...

કચ્છમાં પ્રથમ વખત બનતા લોખંડના જહાજ અંગે Zee મીડિયા સાથે વાત કરતા સાઈડ સુપરવાઈઝર ઉદયસિંઘે કહ્યું હતું. આ જહાજની કિંમત અંદાજીત 25-30 કરોડ થાય છે. કચ્છના લોકોના રોજગારી તેમજ કારીગરો જે હાર્ડવર્ક વડે આત્મનિર્ભર બની શકે.

ગુજરાતમાં અહીં બની રહ્યું છે લોખંડનું પ્રથમ સૌથી મોટું મહાકાય 'બાર્જ' જહાજ, જાણો શું છે ખાસિયતો...

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: વર્ષો બાદ માંડવી બંદરે કચ્છનું પ્રથમ મહાકાય બાર્જ જહાજ છેલ્લા એક વર્ષથી આકાર પામી રહ્યું છે. આ જહાજ 1000 ટન લોખંડમાં બની રહ્યું છે. ખાસ વાત એ છે કે આ જહાજમાં તમામ વસ્તુઓ મેડ ઈન ઇન્ડિયા વાપરવામાં આવી છે. 

સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયાએ આપ્યું રાજીનામું, કેજરીવાલે કર્યું મંજૂર

25 થી 30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી બની રહેલા આ જહાજને અનેક ખાસિયતો છે. જેમાં 46 ફૂટ પહોળાઇ, 50 ફૂટ ઊંચાઇ, 256 ફૂટ બાર્જની લંબાઇ, 600 હોર્સપાવરના બે એન્જિન, 3 હજાર ટન માલવાહન ક્ષમતા આમ તો લાડકાનાં મોટા જહાજમાં 1500 ટન માલ પરિહન થાય છે. પરંતુ આ મહાકાય જહાજમાં 2500 ટનથી 3000 ટન માલ પરિવન કરી શકશે. કચ્છમાં પ્રથમ વખત બનતા લોખંડના જહાજ અંગે Zee મીડિયા સાથે વાત કરતા સાઈડ સુપરવાઈઝર ઉદયસિંઘે કહ્યું હતું. આ જહાજની કિંમત અંદાજીત 25-30 કરોડ થાય છે. કચ્છના લોકોના રોજગારી તેમજ કારીગરો જે હાર્ડવર્ક વડે આત્મનિર્ભર બની શકે.

કેન્દ્રીય કર્મચારીઓનું 42% થશે DA,માર્ચના મહિનામાં મળશે ગુડ ન્યૂઝ!

એક સમયે 84 દેશના વાવટા ફરકતા હતા એ માંડવીમાં બંદરે બનાવાયેલા જહાજવાડામાં એક પણ જહાજ ન બન્યું પણ કચ્છનું સૌપ્રથમ મહાકાય બાર્જ આકાર લઇ રહ્યું છે, જે એક ઇતિહાસ બની રહેશે. આ બાર્જ ખાનગી કંપની દ્વારા બનાવાઇ રહ્યું છે. કચ્છનું સૌપ્રથમ લોખંડનું મહાકાય બાર્જ જહાજ આકાર લઇ રહ્યું. કચ્છના માંડવી બંદરે 2500 ટન માલવહન ક્ષમતા ધરાવતા આ બાર્જની લંબાઇ 256 ફૂટ, પહોળાઇ 46 ફૂટ અને ઊંચાઇ 50 ફૂટ જેટલી છે અને આ મહાકાય બાર્જ બનાવવા માટે 12થી 15 એએમની પ્લેટ સાથે 1000 ટન જેટલા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યું છે . 

ગુજરાતની આ જગ્યાએ બનશે વિશ્વની સૌથી ઉંચી હોલિકા,પૂતળું બનાવવાની તડામાર તૈયારી શરૂ

આ મહાકાય બાર્જને ચલાવવા 600 હોર્સપાવરના બે એન્જિન મૂકવામાં આવશે છેલ્લા દોઢ વર્ષથી આ મહાકાય જાહેર આકાળ પામી રહ્યું છે આ જહાજ ને ઉભો કરવા માટે 100 થી પણ વધુ મજૂરો કામ કરો રહ્યા છે. ખાસ વાત એ છે કે બધાએ જોયું હશે કે મોટા મોટા જહાજો લાકડાના બનતા હોય છે અને જહાજ બનવા માટે કોઈક ના કોઈક વસ્તુ વિદેશથી મંગાવી પડતી હોય પરંતુ માંડવી બંદરે બની રહેલ આ મહાકાય જહાજમાં તમામ વસ્તુ ભારતની વાપરવામાં આવી છે અને આ જહાજ થોડા દિવસમાં બની અને તૈયાર થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More