Home> Gujarat
Advertisement
Prev
Next

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર... સોમનાથ, નાગેશ્વર સહિતનાં નાનાં-મોટાં તમામ શિવ મંદિરોમાં ઉમટ્યા શિવભક્તો... ઝી 24 કલાક પર ઘરે બેઠાં કરો 12 જ્યોતિર્લિંગનાં દર્શન...

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

સોમનાથ :આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યા છે. મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકે પર ઘરે બેઠાં તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસનો પર્વ હોય અને તેમાં પણ સોમવારનો દિવસ હોય તો અનેરું મહત્વ હોય છે. આજના દિવસે વ્રત કરવાની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાનો સોમવાર ભગવાન શિવને અતિપ્રિય હોય છે. ત્યારે સોમનાથમાં ભક્તિમય માહોલ બની ગયો છે.  

ગુજરાતભરના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યુ છે. વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. બમ બમ ભોલે, હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ આખા સોમનાથ પરિસરમાં ગુંજી ઉઠ્યા છે.

સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરોમાં ભક્તોની લાઈન જોવા મળી છે. આ મંદિરની ખાસિયત એ છે કે, અહીં મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરતા હોય તેથી તેને ઈચ્છાનાથ મહાદેવ મંદિર નામ આપ્યુ છે. અનેક લોકોની ઈચ્છા અહીં પૂરી થાય છે. હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More