Home> Gujarat
Advertisement
Prev
Next

Bhavnagar: લોકો પેટ્રોલ પુરાવી રહ્યા હતા અને ભડભડ સળગી ઉઠ્યો પેટ્રોલ પંપ, લોકો વાહન મુકીને ભાગ્યા

આગ લાગતાં પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે આવેલા લોકો પોતાના વાહનો મૂકીને ભાગ્યા હતા, ત્યારે થોડીવાર માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Bhavnagar: લોકો પેટ્રોલ પુરાવી રહ્યા હતા અને ભડભડ સળગી ઉઠ્યો પેટ્રોલ પંપ, લોકો વાહન મુકીને ભાગ્યા

નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) શહેરના ભીડભંજન ચોક નજીક અને જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા પેટ્રોલ પંપમાં અચાનક આગ (Fire) ભભુકી ઉઠી હતી, અચાનક આગ લાગતાં પંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા સત્ય નારાયણ પેટ્રોલ પંપ (Petrol Pump) પર વાહનોમાં પેટ્રોલ પુરવાનુ કામ ચાલુ હતું તે દરમ્યાન પેટ્રોલ પંપના વચ્ચેના પંપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જોકે આગ શા કારણે લાગી એવી ચોક્કસ માહિતી નથી મળી પરંતુ શોક સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના કેસમાં 19 લોકો વિરૂદ્ધ ફરિયાદ, સાંજે થશે મોટા ખુલાસા

દિવસનો સમય હોય પેટ્રોલ પંપ (Petrol Pump)  ચાલુ હતો ત્યારે વચ્ચેના પંપમાં કોઈ કારણોસર અચાનક આગ (Fire) લાગી હતી. આગ લાગતાં પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે આવેલા લોકો પોતાના વાહનો મૂકીને ભાગ્યા હતા, ત્યારે થોડીવાર માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પેટ્રોલ પંપ (Petrol Pump) પર અચાનક આગ ભભૂકતા થોડીવાર માટે નાસભાગ મચી હતી પરંતુ લોકો ત્વરિત સાવચેતી વાપરી સ્થળ પરથી દૂર ખસી ગયા હતા જેથી કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી નહોતી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

કાર ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો, કારની તલાશી લેતાં કંઇક આવું મળી આવ્યું

પાવડર નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો
પેટ્રોલ પંપ (Petrol Pump) પર આગ લાગવા ની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી જાણ થતાંની સાથે ફાયર વિભાગનો કાફલો તાબડતોબ સ્થળ પર ધસી ગયો હતો. જોકે પેટ્રોલ પંપ (Petrol Pump) પર ફાયર સેફ્ટી ના પૂરતા સાધનો ઉપલબ્ધ હોવાથી સ્ટાફના માણસો એ આગ પર કાબુ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. ત્યારે જ સ્થળ પર ધસી આવેલા ફાયર વિભાગે સળગતા પંપ પર પાવડર નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More