Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી, દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બપોરના સમયે હોસ્પિટલના કોમન મીટરમાં આગ લાગતા એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી 

અમદાવાદ : સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી, દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

અમદાવાદ :અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બપોરના સમયે હોસ્પિટલના કોમન મીટરમાં આગ લાગતા એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બૂઝવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી ઝડપી બનાવાઈ હતી. જોકે, થોડી જ વારમાં આગને કાબૂમાં લેવાઈ હતી. જેને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ ઈમારતોમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. આ પહેલા પણ અમદાવાદની બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્યારે સીધો સવાલ એ થાય છે કે, શું ઈમારતોમાં બિસ્માર હાલતમાં પડેલા વીજ મીટરો પર કોઈ ચેકિંગ થતું નથી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More