Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: અંજની એસ્ટેટના લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગી, ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે 

સુરતમાં લુમ્સના કારખાનામાં આગ લાગવાની ઘટના ઘટી છે. અમરોલી-સાયણ રોડ પર લસકાના ખાતે આવેલી અંજની એસ્ટેટમાં લુમ્સના કારખાનામાં આ આગ લાગી છે. કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પાણીના મારાથી આગને કાબુમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. 

સુરત: અંજની એસ્ટેટના લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગી, ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે 

ચેતન પટેલ, સુરત: સુરતમાં લુમ્સના કારખાનામાં આગ લાગવાની ઘટના ઘટી છે. અમરોલી-સાયણ રોડ પર લસકાના ખાતે આવેલી અંજની એસ્ટેટમાં લુમ્સના કારખાનામાં આ આગ લાગી છે. કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પાણીના મારાથી આગને કાબુમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. 

જુઓ LIVE TV

મળતી માહિતી મુજબ આ એક લુમ્સનું કારખાનું છે જ્યાં પ્રાથમિક તારણ મુજબ શોટ સર્કિટથી આગ લાગી છે. હાલ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. લુમ્સના મશીન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.  

વધુ વિગતો થોડીવારમાં...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More