Home> Gujarat
Advertisement
Prev
Next

મેડિકલ સ્ટાફની અછતને ટાળવા મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોતરવામાં આવશે

કોરોનાવાયરસની સ્થિતીમાં મેડિકલ સ્ટાફની મોટાપાયે અછત ઉભી થાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે લીધો મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હવે મેડિકલમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટને તાલીમ આપીને કોવીડ સહાયક તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. સરકાર દ્વારા આ ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મેડિકલ સ્ટાફની અછતને ટાળવા મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોતરવામાં આવશે

અમદાવાદ : કોરોનાવાયરસની સ્થિતીમાં મેડિકલ સ્ટાફની મોટાપાયે અછત ઉભી થાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે લીધો મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હવે મેડિકલમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટને તાલીમ આપીને કોવીડ સહાયક તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. સરકાર દ્વારા આ ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

વીજ ચોરીનો દંડ નહી ફટકારવા માટે લાખોની લાંચ માંગનાર UGVCLના બાબુ AVBની ઝપટે ચડ્યાં

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કોરોનાની સ્થિતીનાં કારણે કોરોના સેન્ટર ઉભા કરવા માટે સૌથી મોટો પડકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા પણ મેડિકલ સ્ટાફ છે. વિવિધ નર્સ અને ડોક્ટર્સની અછત છે. આ ઉપરાંત જે છે તેમાં પણ ઉંમરલાયક સ્ટાફને શક્ય હોય ત્યાં સુધી કોવિડ સેન્ટરથી દુર રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેના કારણે યુવાનો આ ક્ષેત્રમાં લાવવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. 

Gujarat Corona Update: કોરોનાયુક્ત 949, કોરોના મુક્ત 770, કેન્દ્રીય ટીમની ગુજરાત મુલાકાત સમયે રેકોર્ડ

આ અંગે જાહેરાત કરતા સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અત્યાધુનિક કોવિડ સારવાર માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. યોગ્ય ટ્રેનિંગ બાદ તેમને વિવિધ કોવિડ સેન્ટર પણ ફાળવી દેવામાં આવશે. સરકાર દ્વારા મેડિકલ સ્ટાફની અછતને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More