Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: રીક્ષા ચાલકે બાળકીને કહ્યું આવ મારા ખોળામાં બેસ તને નાસ્તો કરાવું

ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. હવસખોર રાક્ષસો ઉંમર કે સમય કોઇ પણ બાબત પર ધ્યાન નથી આપતા અને પોતાની બાળકી સમાન કિશોરીઓને પણ હવસનો શિકાર બનાવતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો હતો. શાળા અને ટ્યુશન જવા માટે બંધાવાયેલી રીક્ષાના ડ્રાઇવર દ્વારા સગીર વિદ્યાર્થીનીઓનાં ઘરે જઇ શારીરિક અડપલા કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સગીર વિદ્યાર્થીનીઓ ઘરમાં એકલી હતી ત્યારે આ ડ્રાઇવર આવી ચડ્યો હતો. આ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા: રીક્ષા ચાલકે બાળકીને કહ્યું આવ મારા ખોળામાં બેસ તને નાસ્તો કરાવું

હાર્દિક દીક્ષિત/વડોદરા : ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. હવસખોર રાક્ષસો ઉંમર કે સમય કોઇ પણ બાબત પર ધ્યાન નથી આપતા અને પોતાની બાળકી સમાન કિશોરીઓને પણ હવસનો શિકાર બનાવતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો હતો. શાળા અને ટ્યુશન જવા માટે બંધાવાયેલી રીક્ષાના ડ્રાઇવર દ્વારા સગીર વિદ્યાર્થીનીઓનાં ઘરે જઇ શારીરિક અડપલા કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સગીર વિદ્યાર્થીનીઓ ઘરમાં એકલી હતી ત્યારે આ ડ્રાઇવર આવી ચડ્યો હતો. આ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતે વધારે એક રાજ્યસભા સાંસદ ગુમાવ્યા, ભાજપના દિગ્ગજ નેતા અભય ભારદ્વાજનું CORONA ને કારણે નિધન

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા એક પરિવારની સગીર છોકરીઓને શાળા અને ક્લાસ જવા માટે આજવા રોડ પર આવેલી આદર્શનનગર સોસાયટીમાં રહેતા દિનેશ ભાવસારની ઓટો રીક્ષા બંધાવી હતી. ઓટો રીક્ષા ચાલક રોજે વિદ્યાર્થીનીઓને શાળા અને ટ્યુશને લઇ જતો હતો. દરમિયાન 30 નવેમ્બરે વિદ્યાર્થીનીઓ સાંજના સમયે ઘરે એકલી હતી. દરમિયાન ઓટો રીક્ષા ચાલક દિનેશ ભાવસાર ઘરે આવી ચડ્યો હતો. 

દક્ષિણમાં ડાંગરનું મબલખ ઉત્પાદન થતા જ વેપારીઓ ખેડૂતોનું શોષણ શરૂ કર્યું

વિદ્યાર્થીનીઓએ પણ નિર્દોષ ભાવે અંકલ કહીને તેમને અંદર આવવા માટે જણાવ્યું હતું. રીક્ષા ચાલકે પોતાની હવસ સંતોષવા માટે વિદ્યાર્થીનીઓને પોતાના ખોળામાં બેસવા માટે જણાવ્યું હતું. જો કે વિદ્યાર્થીનીએ ખોળામાં બેસવાનો ઇન્કાર કર્યો હતો. દિનેશે તેના અંગો પર હાથ ફેરવીને શારીરિક અડપલા કર્યા હતા અને છેડતી કરી હતી. આ અંગે વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેથી પરિવાર દ્વારા હવસખોર રીક્ષા ચાલક દિનેશ ભાવસાર વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાપોદ પોલીસે ફરિયાદના આધારે ઓટો રીક્ષા ચાલક દિનેશ ભાવસાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More