Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં કોંગો ફીવરનો કહેર, અમદાવાદમાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા

રાજ્યમાં દિન પ્રતિદિન કોંગો ફિવરના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સતત કોંગો ફિવરના દર્દીઓમાં વધારો થતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ શહેરમાં પણ મંગળવારે કોંગો ફિવરના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં કોંગો ફીવરનો કહેર, અમદાવાદમાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં દિન પ્રતિદિન કોંગો ફિવરના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સતત કોંગો ફિવરના દર્દીઓમાં વધારો થતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ શહેરમાં પણ મંગળવારે કોંગો ફિવરના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. 

શહેરમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં કોંગો ફિવરના ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્રણેય દર્દીઓમાં બે દર્દીઓ હળવદ અને એક રાજસ્થાનના છે જેમાંથી એક દર્દીની હાલત નાજુક છે. ત્રણેય દર્દીઓએને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં એસવીપી હોસ્ટિલમાંથી 17 જેટલા દર્દીઓના રીપોર્ટ પુના ખાતે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

પાટણ : વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ, કોંગ્રેસના યુવા મંત્રી સહિત 25 ભાજપમાં જોડાયા

રાજ્યના જામનગરમાં પણ મહિલા તબીબનો કોંગો ફિવરનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે, મહત્વનું છે, કે અગાઉ 20 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગરની 75 વર્ષીય મહિલાનું SVP માં મોત થઈ ચૂક્યું છે. 

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More