Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં વેકસીન લીધા બાદ 10 લોકોને તાવ અને ચક્કરની અસર, 1 મહિલા હોસ્પિટલમાં દાખલ

વડોદરા (Vadodara) શહેર જિલ્લામાં કોરોના વેક્સીન (Corona Vaccine) લીધા બાદ 5 મહિલા સહીત 10 લોકોમાં તાવ (Fever) અને ચક્કર (Dizziness) આવતા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તેમાંથી 5 લોકોને કોઈપણ દવા લીધા વગર સારું થઈ ગયું હતું

વડોદરામાં વેકસીન લીધા બાદ 10 લોકોને તાવ અને ચક્કરની અસર, 1 મહિલા હોસ્પિટલમાં દાખલ

ઝી મીડિયા/ બ્યૂરો: દેશમાં કોરોના મહામારી વચ્ચે વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) શરૂ થઈ ગયું છે. પરંતુ આ વચ્ચે ઘણા લોકોમાં વેક્સીનની આડઅસર (Adverse Effects Of Vaccine) જોવા મળી રહી છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ વેક્સીન લીધા બાદ 5 મહિલા સહીત 10 લોકોને તાવ (Fever) અને ચક્કર (Dizziness) આવતા હોવાના સમાચાર સામે આવ્યા છે.

વડોદરા (Vadodara) શહેર જિલ્લામાં કોરોના વેક્સીન (Corona Vaccine) લીધા બાદ 5 મહિલા સહીત 10 લોકોમાં તાવ (Fever) અને ચક્કર (Dizziness) આવતા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તેમાંથી 5 લોકોને કોઈપણ દવા લીધા વગર સારું થઈ ગયું હતું. ત્યારે એક આશા વર્કરને (ASHA Worker) પોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, આ તમામ લોકોમાં તાવના સમાન્ય લક્ષ્ણો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારી વચ્ચે વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) વચ્ચે ઘણા લોકોમાં વેક્સીનની પ્રતિકૂળ અસર (Adverse Effects Of Vaccine) જોવા મળી છે.

આ પણ વાંચો:- ગુજરાતના આ બે શહેરોમાં Metro Train Projectનું PM Modi કરશે ભૂમિપુજન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry Of Health) જણાવ્યું કે, કોરોના વેક્સીનેશન (Corona Vaccination) બાદ અત્યાર સુધીમાં 447 લોકોમાં પ્રતિકૂળ અસર જોવા મળી છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીમાં 52 હેલ્થ વર્કર્સને રસી અપાયા બાદ સમસ્યા હોવાનું જણાવાયું હતું. તેમાંથી કેટલાકે એલર્જીની ફરિયાદ કરી હતી અને કેટલાક ગભરાટની સમસ્યા થઈ હતી. જો કે, આજે કોરોના વેક્સીનેશનના (Corona Vaccination) અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,24,301 લોકોને વેક્સીનના (Corona Vaccine) ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- કોરોના ગાઈડલાઈન સાથે આજથી CBSE શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ

નોંધનીય છે કે, સરકારે દરેક સેન્ટર પર એક એઈએફઆઇ કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં રસી લગાવ્યા બાદ સાઇડ ઇફેક્ટ્સ (Corona Vaccine Side Effects) સામે આવતા ચેકઅપની સુવિધા મળે છે. તમને જણાવી દઇએ કે, 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનની શરૂઆત પીએમ મોદીએ (PM Modi) એક વીડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી કરી હતી. ત્યારબાદ દેશભરમાં લગભગ 3300 સ્થળો પર વેક્સીનેશન કરવામાં આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More