Home> Gujarat
Advertisement
Prev
Next

અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ

રાજ્યમાં ખેડૂતોના પાક વીમાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. રાજ્ય સરકારે ગૃહમાં અબજો રૂપિયાનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ રાજુલા, ચોટીલા અને દેવભૂમિ દ્વારકાના 150થી વધુ ખેડૂતો પાક વીમા મુદ્દે રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 

અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ

બ્રિજેશ દોશી/ગાંધીનગર :રાજ્યમાં ખેડૂતોના પાક વીમાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. રાજ્ય સરકારે ગૃહમાં અબજો રૂપિયાનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ રાજુલા, ચોટીલા અને દેવભૂમિ દ્વારકાના 150થી વધુ ખેડૂતો પાક વીમા મુદ્દે રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો

આ ખેડૂતોની સમસ્યા એ છે કે કેટલીક બેંકોએ વીમા કંપનીઓ પ્રીમિયમ ચૂકવ્યૂ નથી, તો કેટલીક જગ્યાએ બેંકોએ મગફળીના બદલે કપાસનું પ્રીમિયમ કાપ્યું છે. જેના કારણે ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. જે ખેડૂતોએ મગફળી વાવી હતી, તેમનું કપાસનું પ્રીમિયમ કાપી લીધું હતું. જેના કારણે ખેડૂતોને હવે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ બેંકોના ધક્કા ખાઈને હિંમત હાર્યા બાદ સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી હતી. જેના કારણે આજે કિસાન કોંગ્રેસના સહયોગથી કૃષિ અધિકારીને રજુઆત કરવા ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા. 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો સ્ટેન્ડ બાય રખાઈ 

ખેડૂતોની રજૂઆતના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કૃષિ ભવન ખાતે ગોઠવાયો હતો. ધારાસભ્યો અમરીશ ડેર, ઋત્વિક મકવાણા અને કિસાન અગ્રણી પાલ આંબલિયાની રજુઆત બાદ કૃષિ નિયામક ભરત મોદીએ ખેડૂતોની રજુઆત સાંભળી હતી. તેમણે ખેડૂતોના સત્તાવાર દસ્તાવેજો અને વિગતો લઈને ઉકેલ લાવવાની બાંહેધરી આપી છે. ખેડૂતોને જો બેંક તરફથી કોઈ અન્યાય થયો હશે તો તેનો ઉકેલ લાવવા હકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યાનો દાવો ધારાસભ્યોએ કર્યો હતો. 

Photos : ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે ઈન્ડિયન ક્રિકેટર્સની આ તસવીરો શેમાંથી બની છે? 

સરકારના કૃષિ અધિકારીના આશ્વાસન બાદ ખેડૂતો રવાના થયા હતા. પણ તેમને જ્યાં સુધી પાક વીમો ન મળે ત્યાં સુધી ઉકેલ આવવો મુશ્કેલ છે. ખેડૂતોની સમસ્યાનો અંત સરકાર ઝડપી પગલાં ભરીને લાવે તે જરૂરી છે. જે પ્રમાણે બેંકોના કારણે ખેડૂતોને સમસ્યા પડી છે, તેનો કાયમી ઉકેલ પણ જરૂરી છે. અન્યથા ખેડૂતોની મુશ્કેલીઓ વધતી રહેશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More