Home> Gujarat
Advertisement
Prev
Next

પાણી માટે પોકારઃ મોરબીમાં ખેડૂતોએ ક્રિકેટ રમીને અનોખો વિરોધ નોંધાવ્યો

સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતો ડેમી-3 ડેમમાં એક્ઠા થઈને રમ્યા ક્રિકેટ, બહેરી-મુંગી સરકાર સામે કર્યો અનોખો વિરોધ 

પાણી માટે પોકારઃ મોરબીમાં ખેડૂતોએ ક્રિકેટ રમીને અનોખો વિરોધ નોંધાવ્યો

મોરબીઃ મોરબીમાં સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મોરબી જીલ્લાના ખેડૂતો ડેમી-3 ડેમમાં પહોંચી ગયા હતા અને ભેગા થઈને ક્રિકેટ રમ્યા હતા. ગઈકાલે ખેડૂતો દ્વારા સરકાર માટે સદબુદ્ધિ હવન કરાવ્યો હતો.  

આ વર્ષે વરસાદ બહુ જ ઓછો પડ્યો છે. ગુજરાતમાં સિઝનનો માત્ર 50 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે. તેમાં પણ કેટલાક જિલ્લા તો એવા છે કે જ્યાં માંડ 2 થી 3 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે જગતનો તાત એવો ખેડૂત બિચારો વાવણી કરીને પાણી માટે વલખા મારી રહ્યો છે. 

આજે રાજ્યના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક જગ્યાએ પુરતું પાણી ન મળવાને કારણે ખેતરમાં ઊભો પાક બળી જવાની સંભાવના છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર સામે સિંચાઈનું પાણી આપવા અવાર-નવાર વિનંતી કરી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને ખેડૂતોનો અવાજ પહોંચતો નથી. 

fallbacks

મોરબીમાં ખેડૂતોએ સિંચાની સમસ્યા સામે ફટકાબાજી કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ મોરબીના પાણી વગરના ખાલી ડેમી-3 ડેમમાં ક્રિકેટ રમ્યા હતા. મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો સિંચાઈના પાણી માટે આંદોલન ચલાવી રહ્યા છે. 

fallbacks

ખેડૂતોએ જણાવ્યું કે, આજે ક્રિકેટરો માત્ર રમત દ્વારા કરોડોની કમાણી કરી રહ્યા છે, જેની સામે અનાજ પેદા કરતો ખેડૂત બિચારો પાણી માટે પણ તરસી રહ્યો છે. ખેલાડીઓ જ્યારે વિજય મેળવીને આવે તો સરકાર તેમને ઈનામોથી નવાજે છે, પરંતુ ખેડૂતને તેના પાકનું પુરતું વળતર પણ મળતું નથી. 

fallbacks

તેમણે વધુમાં જણાવ્યું કે, જો સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને પાકનું પુરું વળતર ન આપી શકતી હોય તો ખેડૂતોને ક્રિકેટ રમવાની તાલીમ આપે, જેથી તેઓ ક્રિકેટ રમીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More