Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર; જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ

વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવો અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના ભાવ કરતાં 10 ટકા ભાવ વધારાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે કરશે. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામન કરવામાં આવશે.

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર; જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ
Updated: Jan 31, 2024, 08:13 PM IST

ઝી બ્યુરો/ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવામા આવી. આ બેઠકમાં કિસાનસંઘના આગેવાનો હાજર રહ્યા હતા. તો ચણા, રાયડો અને તુવરેની ટેકાના ભાવે ખરીદી માટે 5મી ફેબ્રુઆરીથી ઑનલાઈન નોંધણી શરૂ થશે અને 20 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે.

સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCનું ભરતી કેલેન્ડર જાહેર

વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવો અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના ભાવ કરતાં 10 ટકા ભાવ વધારાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે કરશે. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામન કરવામાં આવશે. કૃષિ ભાવ પંચ કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે દરખાસ્ત કરશે. 

કેવું હશે ગુજરાત સરકારનું બજેટ? ઉદ્યોગકારોની સાથે સૌરાષ્ટ્રની શું છે આશા-અપેક્ષા

કેન્દ્ર સરકારને દરખાસ્ત કરેલ ટેકાના ભાવો
વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર- 2800 રૂપિયા પ્રતિ કવીંટલ, બાજરી- 3350 રૂપિયા પ્રતિ કવીંટલ, જુવાર - 5500 રૂપિયા પ્રતિ કવીંટલ, મકાઈ- 4500 રૂપિયા પ્રતિ કવીંટલ, તુવેર 9000 રૂપિયા પ્રતિ કવીંટલ, મગ, 9500 રૂપિયા પ્રતિ કવીંટલ, અડદ 9250 રૂપિયા પ્રતિ કવીંટલ, મગફળી 8000 રૂપિયા પ્રતિ કવીંટલ, તલ 11500 રૂપિયા પ્રતિ કવીંટલ, કપાસ 10000 રૂપિયા પ્રતિ કવીંટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે.

ગુજરાતમાં બદલીનો ઘાણવો યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અને 25 TDOની બદલી, જાણો લિસ્ટ

રવી સિઝનમાં ચણા, રાયડો અને તુવેર પાકની ખરીદી કરવામાં આવશે. તુવેર 1400, ચણા 1028, રાયડા 1120 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરશે. 5 ફેબ્રુઆરીથી ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકાશે. 29 ફેબ્રુઆરી સુધી નોંધણી કરી શકાશે. 20 ફેબ્રુઆરીથી ખરીદી કરવામાં આવશે. 

શું તમને પણ થઈ છે આવી તકલીફ? કોરોના પછી 18થી 40 વર્ષના યુવાનોમાં વધી આ ગંભીર સમસ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે