Home> Gujarat
Advertisement
Prev
Next

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહ્યા છે મોટા લોચા, નવસારીમાં ખેડૂતોને અંધારામાં રાખીને કરાઈ સેટેલાઈટ માપણી

ભારત સરકારના મહત્વકાંક્ષી બૂલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ ૨ વર્ષથી નવસારી (Navsari) જિલ્લામાં માપણીને કારણે ખોરંભે પડ્યો છે. ત્યારે તંત્ર દ્વારા 28 ગામોમાંથી બાકી રહી ગયેલા 5 ગામોમાં આજથી માપણીનો પ્રારંભ કરાયો હતો. જોકે વળતરની જાહેરાત કર્યા વિના જ સરકાર દ્વારા અસરગ્રસ્ત પરથાણ ગામે માપણી શરૂ કરતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ ભેગા થઇ માપણી અટકાવી હતી. જેથી અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરવાનો રસ્તો અપનાવવો પડ્યો હતો. જોકે ખેડૂતો સાથે ચર્ચા વચ્ચે જ તંત્ર દ્વારા સેટેલાઈટ માપણી કરી લીધી હોવાનો રાગ આલાપ્યો હતો, જયારે ખેડૂતોએ આજની માપણીને બિન કાયદાકીય ગણાવી હતી.

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહ્યા છે મોટા લોચા, નવસારીમાં ખેડૂતોને અંધારામાં રાખીને કરાઈ સેટેલાઈટ માપણી

સ્નેહલ પટેલ/નવસારી :ભારત સરકારના મહત્વકાંક્ષી બૂલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ ૨ વર્ષથી નવસારી (Navsari) જિલ્લામાં માપણીને કારણે ખોરંભે પડ્યો છે. ત્યારે તંત્ર દ્વારા 28 ગામોમાંથી બાકી રહી ગયેલા 5 ગામોમાં આજથી માપણીનો પ્રારંભ કરાયો હતો. જોકે વળતરની જાહેરાત કર્યા વિના જ સરકાર દ્વારા અસરગ્રસ્ત પરથાણ ગામે માપણી શરૂ કરતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ ભેગા થઇ માપણી અટકાવી હતી. જેથી અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરવાનો રસ્તો અપનાવવો પડ્યો હતો. જોકે ખેડૂતો સાથે ચર્ચા વચ્ચે જ તંત્ર દ્વારા સેટેલાઈટ માપણી કરી લીધી હોવાનો રાગ આલાપ્યો હતો, જયારે ખેડૂતોએ આજની માપણીને બિન કાયદાકીય ગણાવી હતી.

ગીરના ઈતિહાસમાં પહેલીવાર બની અદભૂત ઘટના, કાચબી ઈંડા મૂકે તે પહેલા જ સિંહે કર્યો શિકાર 

મોદી સરકાર દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી પ્રથમ બૂલેટ ટ્રેન દોડાવવાનું સપનું જોયું છે અને તેની જાહેરાત થયા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા આરંભ કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લામાં 28 ગામોમાંથી બૂલેટ ટ્રેન પસાર થશે. જેના અસરગ્રસ્ત ખેડૂતો અને રહેવાસીઓને કેટલું વળતર મળશે તેની જાહેરાત કર્યા વગર જ સરકાર દ્વારા માપણી આરંભાઈ હતી. જેમાં બે વર્ષોમાં તંત્ર દ્વારા 23 ગામોમાં ફિઝીકલી માપણી કરવામાં આવી છે. પરંતુ જિલ્લાનાં પરથાણ, વેજલપોર, આમડપોર, કેસલી અને પાટી ગામમાં માપણી બાકી રહી હતી. દરમિયાન આજે જિલ્લા તંત્ર દ્વારા આજે નવસારી તાલુકાના પરાથાણ ગામે માપણી માટે સંબંધિત ખેડૂતોને નોટિસ પાઠવી હતી. અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવા પહોંચ્યા હતા. જ્યાં બૂલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતો એકજુથ થયા હતા અને માપણીનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે પરથાણ ગામે પણ બંધ બારણે બેઠક કર્યા બાદ નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂત આગેવાનોને ચર્ચા વિચારણા માટે પ્રાંત કચેરીએ બોલાવ્યા હતા. જ્યાં ખેડૂતોની સાથે ચર્ચા બાદ સેટેલાઈટ માપણી કરી લીધી હોવાની વાત કરતા ખેડૂત આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.

ડર કઈ બલાનું નામ છે તે યાદ કરાવશે વિક્કી કૌશલની Bhootનું ટ્રેલર, 2.52 મિનીટ સાનબાન ભૂલી જશો

જમીન સંપાદન અધિકારી અને નવસારી પ્રાંત અધિકારીએ ખેડૂતોને વાતોમાં પાડી પરથાણ ગામની માપણી પૂરી થઇ હોવાનો રાગ આલાપતા ખેડૂતો લાલધૂમ થયા હતા. ખાસ કરીને ખેડૂત આગેવાનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલી માપણી બિન કાયદાકીય ગણાવી હતી. જેમાં જિલ્લાના 23 ગામોમાં ફિઝીકલ અને જોઈન્ટ માપણી કરવામાં આવી હતી. જ્યાં સ્થાનિક અધિકારી સાથે ખેડૂત અને પ્રોજેક્ટ અધિકારીએ માપણી કરી હતી અને તેમાં બધાની સહી પણ કરવામાં આવી હતી. જ્યારે પરથાણ ગામે ખેડૂતોને અંધારામાં રાખીને કરવામાં આવેલી સેટેલાઈટ માપણીને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આવતી કાલે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા જવાની તૈયારી બતાવી હતી તેવું બૂલેટ ટ્રેન સંઘર્ષ સમિતિના પ્રમુખ વિનોદ દેસાઈએ જણાવ્યું. 

મોદી સરકાર (Narendra Modi) ના મહત્વના પ્રોજેક્ટમાંથી એક બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વળતર મુદ્દે ગુજરાત સરકાર કોઈ ફોડ નથી પાડી રહી. બીજી તરફ નવસારી જિલ્લાની જંત્રી પણ અવાસ્તવિક હોવાનો તત્કાલીન જિલ્લા કલેક્ટરે રિપોર્ટ પણ સરકારમાં કર્યો હતો. ત્યારે સરકાર જિલ્લાના ખેડૂતોને વળતર મુદ્દે ન્યાય આપે છે કે કેમ એ જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More