Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો, મેઘરાજા નહી તો સરકાર આપશે પાણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલનો ખેડૂતોના હિતલક્ષી વધુ એક નિર્ણય લીધો હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમા સાત દિવસ સુધી પ્રતિદિન ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. ૧૧ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ બનશે. ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી વધું તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે.

ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો, મેઘરાજા નહી તો સરકાર આપશે પાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલનો ખેડૂતોના હિતલક્ષી વધુ એક નિર્ણય લીધો હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમા સાત દિવસ સુધી પ્રતિદિન ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. ૧૧ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ બનશે. ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી વધું તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ, પહિંદવિધી નહી કરે તુટશે 145 વર્ષથી ચાલતી પરંપરા

પાણીપુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન ૧૭૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં આવનાર પાણીથી 11 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ બનશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

3 કલાકમાં આખે આખો ડેમ ઓવરફ્લો, ચેરાપુંજીમાં પણ ન હોય તેટલો વરસાદ બગડાણાં પડ્યો, જળબંબાકાર

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો અને આગેવાનોની લાગણી અને માંગણીઓને ધ્યાને લઇ આ વિસ્તારોમાં સિંચાઇ માટે પૂરતુ પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો નર્મદા યોજનાનો મહત્તમ લાભ મેળવીને આ વર્ષે સંતોષકારક પાક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતા પાણી પહોંચાડીને સિંચાઇનુ પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધરાશે. 

SURAT જીવતા તો સાથે ન રહી શક્યા પણ આ પ્રેમીઓનું મોત પણ મિલન ન કરાવી શક્યું...

ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી વધુ તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે. રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તેવા તમામ વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું છે. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં કરમાવત અને મુક્તેશ્વર માટે પણ અલાયદી યોજનાને સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. કરમાવત માટે ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પંસદ કરીને ટૂંક સમયમાં જ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે. અંદાજીત રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૧૧૨ હેક્ટર વિસ્તાર ધરાવતા મોટા તળાવમાં પાણી નાંખીને ૭૦ જેટલા ગામોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More