Home> Gujarat
Advertisement
Prev
Next

ખમ્મા ગીર થકી દરેક ગુજરાતીની સામે ગીર ખડુ કરનાર કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન

આદિત્ય ગઢવીના સ્વરમાં જો તમે ખમ્મા ગીરને સોંગ સાંભળ્યું હોય તો તે ગીતના રચયિતા તેવા અલગારી કવિ, લોકસાહિત્યકાર અને પોતાની અનેક અદકેરી રચનાઓનાં કારણે  લોકસાહિત્યમાં એક અનોખુ સ્થાન મેળવનારા કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન થયું છે. વર્ષ 2020માં ગુજરાતને વધારે એક ખોટ પડી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાસે કવિ ઘનશ્યામ ગઢવીની સારવાર ચાલી રહી હતી. તેઓ છેલ્લા થોડા સમયથી વેન્ટિલેટર પર હતા. 

ખમ્મા ગીર થકી દરેક ગુજરાતીની સામે ગીર ખડુ કરનાર કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન

અમદાવાદ : આદિત્ય ગઢવીના સ્વરમાં જો તમે ખમ્મા ગીરને સોંગ સાંભળ્યું હોય તો તે ગીતના રચયિતા તેવા અલગારી કવિ, લોકસાહિત્યકાર અને પોતાની અનેક અદકેરી રચનાઓનાં કારણે  લોકસાહિત્યમાં એક અનોખુ સ્થાન મેળવનારા કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન થયું છે. વર્ષ 2020માં ગુજરાતને વધારે એક ખોટ પડી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાસે કવિ ઘનશ્યામ ગઢવીની સારવાર ચાલી રહી હતી. તેઓ છેલ્લા થોડા સમયથી વેન્ટિલેટર પર હતા. 

સત્તાની સાઠમારી: ભગવાનની જગ્યા બની અખાડો, Dy.SPએ ગઢડા મંદિરના ચેરમેનને લાફો ઝીંક્યો

જો કે આજે સવારે તેમણે યમરાજ સામે પોતાની કલમ મુકી દીધી હતી. તેઓ ન માત્ર સારા કવિ પરંતુ તેઓ ઉત્તમ લોકસાહિત્યકાર પણ હતા. તેમના લખેલા 1500થી પણ વધારે ગીતો હેમંત ચૌહાણે સ્વરબદ્ધ કર્યા છે. સ્વભાવે ખુબ જ સામાન્ય અને અલગારી જીવ ઘનશ્યામ ગઢવીની અનેક રચનાઓ આજે પણ લોકસાહિત્યમાં અનોખુ સ્થાન ધરાવે છે. લોકસાહિત્ય ક્ષેત્રે કોઇ એવો કલાકાર નહી હોય કે જેણે કવિ ઘનશ્યામની રચના ન ગાઇ હોય. જગવિખ્યાત જગજીત સિંહના સ્વરમાં રહેલી રામધુન પણ કવિ ઘનશ્યામની જ રચના છે. 

ગરબે રમતી મહિલાનું હાર્ટ એટેકથી મોત, આખી ઘટના કેમેરામાં કેદ થઈ

જે ગીત સાંભળોને તમારી નજર સામે ગીર ખડુ થઇ જાય તે ખામ ગીર ગીત પણ કવિ ઘનશ્યામની જ રચના હતી. આ ગીતમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી સહિતનાં અનેક ખ્યાતનામ કલાકારો પોતાનો અવાજ આપી ચુક્યા છે. કવિ ઘનશ્યામ ગઢવીએ પોતાનાં જીવન દરમિયાન શબ્દોનો દરબાર, અમીરસ, અમરઘટા, દુહો ઝળહળતો દિવડો, આવડ એકાવની સહિતનાં અનેક પુસ્તકોની રચના તેઓ કરી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More