Home> Gujarat
Advertisement
Prev
Next

કુદરતનો કહેર આ પરિવાર પર વરસ્યો, બે બાળકો એવી બીમારીથી પીડાય છે જેમના માટે 32 કરોડના ઈન્જેક્શનની જરૂર

ગુજરાતમાં છેલ્લા થોડા વખતથી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA -1)ના કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. અગાઉ ધૈર્યરાજ નામના બાળકનો કિસ્સો પણ બન્યો હતો. એ બાળકને 16 કરોડનું ઈન્જેક્શન આપવાની જરૃર પડી હતી. એ ઈન્જેક્શન માટે નાણાકીય મદદ માટે સર્વત્ર અપીલ કરાઈ હતી અને પછી ઈન્જેક્શન મળી શક્યું હતું. એવો જ એક ગંભીર કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. 

કુદરતનો કહેર આ પરિવાર પર વરસ્યો, બે બાળકો એવી બીમારીથી પીડાય છે જેમના માટે 32 કરોડના ઈન્જેક્શનની જરૂર

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં છેલ્લા થોડા વખતથી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA -1)ના કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. અગાઉ ધૈર્યરાજ નામના બાળકનો કિસ્સો પણ બન્યો હતો. એ બાળકને 16 કરોડનું ઈન્જેક્શન આપવાની જરૃર પડી હતી. એ ઈન્જેક્શન માટે નાણાકીય મદદ માટે સર્વત્ર અપીલ કરાઈ હતી અને પછી ઈન્જેક્શન મળી શક્યું હતું. એવો જ એક ગંભીર કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. 

વડોદરામાં રહેતા સાહિલભાઈ કિરીને ત્યાં સાત મહિના પહેલા એક સાથે ત્રણ બાળકો (ટ્રિપ્લેટ) નો જન્મ થયો હતો. પરિવારમાં એક સાથે ત્રણ બાળકોની કિલકિલાટ થવા લાગ્યો અને સૌ કોઈ રાજી હતા. થોડા વખત પછી ત્રણ પૈકી બાળકી પ્રિશા બિમાર પડતાં તેની તપાસ થઈ હતી. પ્રિશાને ન્યુમોનિયા થયો હતો. એ વખતે વધુ તપાસ કરતાં ખબર પડી કે પ્રિશા તો અતિ ગંભીર અને ભારે દુર્લભ એવા સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીનો શિકાર બની છે. 6 મહિના સુધીના બાળકોમાં આ રોગ જોવા મળે તો એ લેવલ-1 ગણાય. 

આ બીમારીમાં લેવલ-1 એ સૌથી ગંભીર સ્થિતિ છે. પછી તો વધુ તપાસ કરી તો ખબર પડી કે પ્રિશાના જોડિયા ભાઈ પ્રથમને પણ આવી જ બીમારી છે. ત્રીજા બાળકની સ્થિતિ સારી છે. પરંતુ ડોક્ટરે તો તેમનો ય રિપોર્ટ કરવાની સલાહ આપી છે. આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે. જેમાં બાળક ઊભું થઈ શકતું નથી. સ્નાયુ ધીમે ધીમે કામ કરતા બંધ થાય છે. આ દર્દની સારવાર એક જ છે, ઈન્જેક્શન. આમ તો ઈન્જેક્શન આપવું સરળ છે, પરંતુ આ બિમારીના કિસ્સામાં કામ અત્યંત કપરું છે. કેમ કે તેનું ઈન્જેક્શન અંદાજે 16 કરોડનું આવે છે. 

fallbacks

તેમાં પણ કિરી પરિવારને બે બાળકોની સારવાર માટે બે એવા ઈન્જેક્શનની જરૂર છે, જે અમેરિકાથી મંગાવવા પડે. બે બાળકો એટલે કુલ 32 કરોડની રકમ જોઈએ. કોઈ સામાન્ય ભારતીય પરિવાર કે પછી ઊચ્ચ મધ્યમવર્ગ પણ પોતાના સમગ્ર જીવન દરમિયાન આટલી રકમ મેળવી ન શકે. અગાઉ જ્યારે જ્યારે આવી બીમારી સામે આવી ત્યારે ફંડ-ફાળા દ્વારા રકમ ભેગી કરાઈ છે. આ વખતે પણ સાહિલભાઈએ બન્ને બાળકો માટે એ જ રસ્તો અપનાવ્યો છે. વડોદરાના વાસણા-ભાયલી વિસ્તારમાં રહેતા સાહિલભાઈ બેન્કમાં નોકરી કરે છે. એટલે બેન્કમાં જ એક એકાઉન્ટ તૈયાર કરી મદદ સ્વીકારી રહ્યા છે. જો આ રકમ ક્રાઉડ ફન્ડિંગનું કામ કરતા ઓનલાઈન પ્લેટફોર્મ Impact Guru ના માધ્યમથી એકઠું થશે. જેથી તમામ પૈસાનો હિસાબ રહી શકે. 

fallbacks

હાલ આ બાળકો માંડ સાત મહિનાના થયા છે. ત્રણ બાળકોમાંથી બે બાળકો સતત સારવાર હેઠળ રહે છે. તેમને દૂધ પણ ફિડીંગ ટ્યૂબ દ્વારા આપવું પડે છે. કેમ કે આ બિમારી સાથે અન્ય બિમારીઓ શરીરમાં ન પ્રવેશે એ માટે અનેક સાવધાનીઓ રાખવી પડે. 

ઘરમાં બાળકનો જન્મ થાય તો પરિવારજનો રાજી થાય અને આખો દિવસ તેને રમાડ્યા કરે. 3 બાળકો સાથે કુલ 6 સભ્યોના આ પરિવારની સ્થિતિ અલગ છે. કેમ કે ત્રણમાંથી બે બાળકોને રમાડવા અત્યંત કપરાં છે. પ્રિશાની હાલત વધારે ગંભીર છે એટલે એને તો ઉંચકી શકાતી નથી, ખોળામાં રમાડી શકાતી નથી. જ્યારે પ્રથમની હાલત થોડી સારી છે. એટલે ક્યારેક ક્યારેક થોડી વાર રમાડી શકાય છે. પરંતુ વધુ વાર પથારીમાંથી બહાર કાઢવામાં આવે તો સ્નાયુ વધારે કડક થાય અને બાળક રોવાનું શરૂ કરી દે છે. આ પરિવાર સતત બાળકો પર નજર રાખતો રહે છે. ઘરમાં ઓક્સિજન સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બાળકોનું ઓક્સિજન લેવલ અને અન્ય મેડિકલ સ્થિતિ પણ આખો દિવસ તપાસતી રહેવી પડે છે. એ પરિવારની મનોદશા શું હશે એ આપણે તો કલ્પના કરીએ તો પણ આંખો ભીની થઈ જાય. 

fallbacks

પ્રથમ અને પ્રીશા બંનેને લોકોની મદદ મળી રહે અને નવું જીવનદાન મળે તેથી સહિલભાઈના મિત્રો પણ આગળ આવ્યા છે, જેવો બેનર પોસ્ટર સાથે વિવિધ જગ્યાઓ પર ફરીને નાણાં એકત્રિત કરી રહ્યા છે. સહિલભાઇના મિત્રો કહી રહ્યા છે કે 16 લાખ લોકો 200 રૂપિયા આપે તો સહેલાઈથી 32 કરોડ ભેગા થઈ જશે. રૂપિયા ભેગા કરવા માત્ર 6 માસનો જ સમય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More