Home> Gujarat
Advertisement
Prev
Next

નારાયણી હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજ્યાના દાવા સાથે પરિવારનો હોબાળો

નારાયણી હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજ્યાના દાવા સાથે પરિવારનો હોબાળો

* અમદાવાદ રખિયાલની નારાયના હોસ્પિટલ ખાતે હોબાળો
* હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારનો આરોપ
* ગોમતીપુર કોંગ્રેસ મહિલા કોર્પોરેટરના પરિવારજનનું થયું અવસાન
* યોગ્ય સમયે હોસ્પિટલમાં દાખલ ન કરતા મોત થયાનો આરોપ

અમદાવાદ : છેદી ખાન મિર કાબુલ ખાન પઠાણ ઉમર ૫૫ વરસ અમદાવાદ રખિયાલમાં નારાયણ હોસ્પિટલમાં આજે 4:30 વાગ્યાની આસપાસ દર્દીને લાવવામાં આવ્યા હતા. જો કે પેશન્ટને અડધો કલાક સુધી બાહર એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યા હતા. નારાયણી હોસ્પિટલ જ્યારે મલ્ટીનેશનલ હોસ્પિટલ છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ પેશન્ટને એમ્બુલન્સમાંથી પાંચ-દસ મીનીટની અંદર ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. 

અમદાવાદ: મચ્છરોના બ્રીડિંગ મળી આવતા હેલ્થ વિભાગે મેટ્રો પ્રોજેક્ટની સાઇટ સીલ કરી

બીજી તરફ નારાયણ હોસ્પિટલના સ્ટાફે બેદરકારીભર્યા નિર્ણય કર્યા હતા. પેશન્ટના મોત થયા પછી હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા છે. મોટું બીલ આવે કેવી રીતે દર્દીના ઘરવાળા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. જેથી પરિવારના લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે તોડફોડ પણ કરી હતી. જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત નારાયણી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. જો કે પરિવાર દ્વારા સતત હોબાળો કરવામાં આવી રહ્યો છે. પોલીસ સમગ્ર મામલો થાળે પડે તેવા પ્રયાસો કરી રહ્યા હતા.

સાઇબર ક્રાઈમના ગુનામાં પ્રથમ વખત નારોલ પોલીસે પાસાની કાર્યવાહી કરી, આરોપીને ભુજ જેલમાં મોકલ્યો

જો કે પરિવાર દ્વારા તોડફોડ અને હોસ્પિટલની સંપત્તીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને હોસ્પિટલ તંત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. માટે અમે જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ નહી સ્વિકારીએ તેમ જણાવ્યું હતું. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહી સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More