Home> Gujarat
Advertisement
Prev
Next

દોસ્ત દોસ્ત ના રહા... મિત્રએ જ મિત્રને હનિટ્રેપમાં ફસાવી પડાવ્યા 10 લાખ

દોસ્ત દોસ્ત ના રહા...મોરબીમાં એક યુવાનને તેના મિત્રે હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા દસ લાખ રૂપિયા પડાવી લીધા હતા. મોબાઈલ ફોનમાં ઉતારી લીધેલ વિડીયોને વાયરલ કરી દેવાની ધમકી આપીને વધારાના 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી જીલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો. પોલીસે ટ્રેપ ગોઠવીને રૂપિયા લેવા માટે આવેલા એક આરોપીને રંગે હાથે ઝડપી લીધા બાદ હનીટ્રેપના આ ચકચારી કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દોસ્ત દોસ્ત ના રહા... મિત્રએ જ મિત્રને હનિટ્રેપમાં ફસાવી પડાવ્યા 10 લાખ

હિમાંશુ ભટ્ટ/મોરબી: દોસ્ત દોસ્ત ના રહા...મોરબીમાં એક યુવાનને તેના મિત્રે હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા દસ લાખ રૂપિયા પડાવી લીધા હતા. મોબાઈલ ફોનમાં ઉતારી લીધેલ વિડીયોને વાયરલ કરી દેવાની ધમકી આપીને વધારાના 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી જીલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો. પોલીસે ટ્રેપ ગોઠવીને રૂપિયા લેવા માટે આવેલા એક આરોપીને રંગે હાથે ઝડપી લીધા બાદ હનીટ્રેપના આ ચકચારી કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મોરબીમાં અગાઉ હની ટ્રેપમાં ફસાવીને એક ઉદ્યોગપતિ પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે વધુ એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવાનને તેના મિત્ર આશીષ હેમંતભાઈ આદ્રોજાએ શનાળા ગામ પાસે આવેલા તેના સાળાના કારખાને બોલાવ્યો હતો. ત્યાર બાદ આશીષ આદ્રોજા અને તેનો બીજા મિત્રો તુલશીભાઇ હસમુખભાઇ સંખેસરીયા તથા ધવલ નરભેરામભાઈ આદ્રોજા અન્ય એક મહીલા સાથે ત્યાં પહેલાથી હાજર જ હતા. 

ભોગ બનેલા યુવાનને અજાણી મહિલા સાથે ગોડાઉનમાં બેસાડી આશીષ સહિતના ત્યાંથી નીકળી ગયા હતા. મહિલા પોતાની મરજીથી યુવાનની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જેનો વિડીયો મોબાઈલ ફોનમાં યુવાન અને મહિલાની જાણ બાહર ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ અજાણ્યા નંબર પરથી ખોટી ઓળખ આપીને વિપુલે ફોન કરીને હનીટ્રેપમાં ફસાયેલા યુવાન પાસેથી દસ લાખ રૂપિયા માંગ્યા હતા. જેથી યુવાને સમયાંતરે વીડીયો કલીપ ડીલીટ કરી નાખવા માટે દસ લાખ રૂપિયા આરોપીઓને આપ્યા હતા.

સુરતના વેપારીઓ આવી રીતે કરી રહ્યા છે મોદીનો પ્રચાર, દેશભરમાં થઇ રહી છે ચર્ચા 

ત્યારે મહત્વનું છે, કે આરોપીઓએ વિડીયો ડીલીટ કર્યો ન હતો અને ભોગ બનેલા યુવાનની પાસેથી વધુ 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી ભોગ બનેલા યુવાને જીલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો. અને તેની સુચન મુજબ ટ્રેપ ગોઠવીને રૂપિયા લેવા માટે આવેલા આરોપીને પોલીસ દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતો. હાલમાં જે આરોપીને પકડવામાં આવ્યા છે. તેમાં આશીષ હેમંતભાઈ આદ્રોજા, તુલશીભાઇ હસમુખભાઇ સંખેસરીયા, વિપુલ મનુભા ચૌહાણ અને ધવલ નરભેરામભાઈ આદ્રોજાનો સમાવેશ થાય છે.

LRD પરીક્ષા: વેબ સાઇટ પર ઉમેદવારોના ગુણ જાહેર કરાયા

આરોપીના રિમાન્ડ મેળવ્યા પછી તેની પાસેથી દસ લાખની રીકવરી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અને આરોપીઓએ આવી રીતે બીજા કોઈને ફસાવીને રૂપિયા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More