Home> Gujarat
Advertisement
Prev
Next

ગેરકાયદે હથિયારના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, વિદેશથી આવતો હતો ઓર્ડર, પછી...

નિકોલ પોલીસે બાતમીના આધારે ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી મળેલા લાઈસન્સના આધારે ગેરકાયદે પિસ્તોલની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી. કઠવાડા GIDCમાં આવેલ મેટા બિલ્ડ ઇન્ડટ્રીઝ નામની કંપનીમાં નિકોલ પોલીસે રેડ કરીને ફેક્ટરીમાંથી રૂ. 43.39 લાખની પિસ્તોલ બનાવવાની 17 ડાઇ બનાવીને વિદેશ મોકલતા હોવાનું ખુલ્યું હતું.

ગેરકાયદે હથિયારના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, વિદેશથી આવતો હતો ઓર્ડર, પછી...

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં અનેક વખત ગેરકાયદેસર હથિયારની ફેક્ટરીઓ ઝડપાઈ હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ફરી ગેરકાયદેસર હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નિકોલ પોલીસે ફેકટરીના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. જેઓ લાયસન્સ વગર હથિયારના સ્પેરપાર્ટ બનાવતા હતા. નિકોલ પોલીસે ફેક્ટરીમાંથી રૂ. 43.39 લાખનો પિસ્તોલ બનાવવાની 17 ડાઇ જપ્ત કરી છે. ત્યારે શું છે સમગ્ર મામલો.

Gujarat Budget 2023 : 3.01 લાખ કરોડનું ગુજરાતનું આત્મનિર્ભર બજેટ, આ છે મહત્વની જાહેરાતો

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કાનવ છાંટબાર અને સ્નેહલ હેડુ છે. જેમણે ગેરકાયદે હથિયારના સ્પેરપાર્ટ બનાવ્યા હતા. નિકોલ પોલીસે બાતમીના આધારે ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી મળેલા લાઈસન્સના આધારે ગેરકાયદે પિસ્તોલની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી. કઠવાડા GIDCમાં આવેલ મેટા બિલ્ડ ઇન્ડટ્રીઝ નામની કંપનીમાં નિકોલ પોલીસે રેડ કરીને ફેક્ટરીમાંથી રૂ. 43.39 લાખની પિસ્તોલ બનાવવાની 17 ડાઇ બનાવીને વિદેશ મોકલતા હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કંપનીના માલિક કાનવ છાંટબાર, મેનેજર સ્નેહલ હેડુ, અને અશોક પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને 2 વ્યક્તિની ધરપકડ કરી.

કોઈ તમારા પાનકાર્ડનો દુરુપયોગ કરે છે કે નહીં ? આ રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ

કઠવાડા જીઆઇડીસી ખાતે આવેલી
મેટા બિલ્ડ ઇન્ડટ્રીઝ નામની કંપનીને 3 વર્ષ પહેલાં ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલયનું લાઈસન્સ નવ એમએમ પિસ્તોલના સ્પેરપાર્ટ્સ બનાવવાનું લાઈસન્સ છે અને આ લાઇસન્સના આધારે કંપની નવ એમએમ પિસ્તોલના સ્પેરપાર્ટ્સ બનાવે છે.. કંપનીને હાલમાં તુર્કીએ નવ એમએમ પિસ્તોલના અલગ અલગ સ્પેરપાર્ટ્સ બનાવવા માટે ઓર્ડર આપ્યો છે. તેના આધારે ઉત્પાદન કરી કાર્ગો મારફતે જે તે દેશને જરૂરી બિલો મળ્યા હતા.. પરંતુ આ કંપનીમાં રાઇફલ અને પિસ્તોલના સ્પેરપાર્ટ અને ડાઈ મળી આવી. 

તપાસમાં 2017માં કંપનીએ સરકારની મંજૂરી વગર જર્મનથી મળેલા ઓર્ડરથી બનાવી હતી. પરંતુ આ ઓર્ડર એરપોર્ટમાં કાર્ગોથી મોકલવા જતા મંજૂરી નહિ હોવાથી પરત ફર્યો હતો. છેલ્લા 6 વર્ષથી આ મુદ્દામાલ કંપનીમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો.. આ ગેરકાનૂની હથિયારના સ્પેરપાર્ટ બનાવવાની ફેકટરી છેલ્લા કેટલાય સમયથી ધમધમતી હતી. જેથી નિકોલ પોલીસે આરોપીએ અન્ય કોઈ હથિયારના સ્પેરપાર્ટ બનાવ્યા છે કે નહીં અને ફરાર આરોપી અશોક પ્રજાપતિ ની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી.

ચટપટી દાબેલી પાછળ છે ગુજરાતીઓ દીવાના : દાબેલીનો પણ છે આવો ઈતિહાસ

મહત્વનું છે કે ગેરકાયદે હથિયાર બનાવવાના કેસમાં અનેક હથિયારનો અન્ય જગ્યાએ વેપાર પણ થયો હોવાની આશંકાને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે. અગાઉ પણ યમનથી અમદાવાદ આવેલો શખ્સ AK 47ના પાર્ટ બનાવતો ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે યમનનો નાગરિક અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદની અલગ અલગ GIDCમાં AK 47 અને તેનાથી હાઈ રેન્જની રાઈફલ બનાવવા માટેનું કામ કરતો હતો. 

તેણે રૂપિયા કમાવવા માટે ખતરનાક પ્લાન ઘડ્યો હતો. આ આરોપીએ અમદાવાદની GIDCમાં આ હથિયારના પાર્ટ બનાવ્યા હતા તેની ડાઈ પણ મળી આવી હતી. જેથી આ કંપનીના માલિકનું આ કેસ સાથે કનેક્શન છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More