Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં સર્જાત ભોપાલકાંડ? કેમિકલ બ્લાસ્ટ એટલો ભયાનક કે રિએક્ટર જમીનમાં સમાઇ ગયું!

GIDCના પ્રતાપપુરા વિસ્તારમાં આવેલ એક કેમિકલ કંપનીમાં ધડાકાભેર રીએક્ટર બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના પગલે કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થતા કોઈ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાદેસર રીતે કંપની એક્ટની તમામ ગાઈડ લાઈન નેવે મૂકીને કંપની ચલાવાતી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં સર્જાત ભોપાલકાંડ? કેમિકલ બ્લાસ્ટ એટલો ભયાનક કે રિએક્ટર જમીનમાં સમાઇ ગયું!

હાલોલ : GIDCના પ્રતાપપુરા વિસ્તારમાં આવેલ એક કેમિકલ કંપનીમાં ધડાકાભેર રીએક્ટર બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના પગલે કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થતા કોઈ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાદેસર રીતે કંપની એક્ટની તમામ ગાઈડ લાઈન નેવે મૂકીને કંપની ચલાવાતી હોવાનું સામે આવ્યું છે.

તમારી ગર્લફ્રેંડ તમારી બાહોમાં હશે માત્ર એક તાંત્રિક વિધિ કરવી પડશે અને પછી 43 લાખ રૂપિયા...

હાલોલ GIDCના પ્રતાપપુરા ગામ નજીક આવેલ ઓર્ગેનિક કેમિકલ પ્રોસેસ કરતી પ્યોરીટી કેર ફાર્માસ્યુટીકલ નામની કંપનીમાં આજરોજ સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ અચાનક ભૂકંપના આંચકા જેવો બ્લાસ્ટ થતા આસપાસના રહીશોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, કંપની શેડના ઉપરના ભાગે લગાવેલ તમામ પતરા અને મશીનરીના પાર્ટ્સ આસપાસની ફેકટરીઓ અને રહેણાંક મકાનો સુધી ઉડીને પહોચ્યા હતા. બ્લાસ્ટના પગલે કંપનીના બિલ્ડીંગનું આખું સ્ટ્રક્ચર ધ્રુજી ઉઠ્યું હતું. કંપની બિલ્ડીંગ ગમે ત્યારે પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી જતા ત્રણેને તાત્કાલિક વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, કંપનીમાં રહેલ તમામ મશીનરી સહિતની વસ્તુઓ તો નષ્ટ થઇ જ ગઈ હતી પરંતુ આ ઘટનામાં શાંતિદૂત ગણાતા અબોલ કેટલાય કબૂતરોનો પણ ભોગ લેવાયો હતો. 

ગુજરાત બન્યું નકલી નોટોનું હબ? ગામડાના લોકો ખાસ વાંચે આ સમાચાર

બ્લાસ્ટની ઘટનાને પગલે હાલોલ પ્રાંત, ટીડીઓ, પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાંત અધિકારીએ ઘટનાની પ્રાથમિક સમીક્ષા કરતા જાણવા મળ્યું હતું કે, કંપનીમાં કુલ ૬ કર્મચારીઓ કામ કરતા હતા. જેમાંથી ત્રણ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઘટનાને પગલે કંપની માલિક કે સંચાલક કોઈ પણ ઘટના સ્થળે આવ્યું નહોતું. ઘટનાની તપાસ માટે ડાયરેક્ટર ઇન્ડસ્ત્રીયલ સેફટી, એફ એસ એલ અને જીપીસીબીની ટીમોને તપાસ માટે બોલાવી રજીસ્ટ્રેશન અને મંજુરી સહીતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે બીજી તરફ આ ઘટનાને લઇ સ્થળ પર દોડી આવેલા કોંગ્રેસ પ્રદેશ યુવા મોરચા મંત્રીએ આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી બંધ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કાયદો અને બંધારણ બધુ જ હિન્દુ બહુમતી છે ત્યાં સુધી છે, પછી અરાજકતા સિવાય બીજુ કંઇ જ નહી હોય
જે કંપનીમાં પ્યોરીટી કેર ફાર્માસ્યુટીકલ નામની કંપનીમાં જીપીસીબીના અધિકારીએ તપાસ કરતા ગંભીર બેદરકારી અને છબરડો સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું કે, કંપની પાસે કોઈ પણ પ્રકારની પરમીશન હતી જ નહિ. કંપની અધ્ધરતાલ ચલાવવામાં આવતી હતી. ફાયર સેફટી સહીતની સુવિધાઓ પણ જોવા ન મળી તો સામે જે ક્રુડ લાવી ડીસ્ટીલેશન કરતી હતી તે માટે કોઈ મંજુરી જ નહોતી લેવામાં આવી. કંપનીમાં ડીમીથાઈલ સલ્ફોક્સાઈડ, એસીટોમાઈલ, ક્લોરાઈડ જેવા કેમિકલની પ્રોસેસ કરવામાં આવતી હતી. જે અંગે જીપીસીબી અને ફેક્ટરી સેફટીના અધિકારીઓ જરૂરી કાર્યવાહી કરી ક્લોઝર નોટીસ આપવાની પ્રાથમિક દ્રષ્ટિએ વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More