Home> Gujarat
Advertisement
Prev
Next

Oxygen Crisis: ઓક્સિજનની અછત દુર કરવા તંત્રની કવાયત, 20 હજાર લીટરની ટેન્ક કાર્યરત કરાશે

શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ખાળવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે.

Oxygen Crisis: ઓક્સિજનની અછત દુર કરવા તંત્રની કવાયત, 20 હજાર લીટરની ટેન્ક કાર્યરત કરાશે

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં ઓક્સિજનની અછત દુર કરવા તંત્રએ કવાયત શરૂ કરી છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઓસોસિએશન તંત્રને મદદે આવ્યું છે. 20 હજાર લીટર ઓક્સિજનની ટેન્ક તૈયાર કરીને સોંપવામાં આવી છે. જેને ટૂંક સમયમાં જ સમરસ હોસ્ટેલનાં કોવિડ કેર સેન્ટરમાં કાર્યરત કરવામાં આવશે.  

શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ખાળવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. જેના ભાગરૂપે સમરસ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ સારવાર મળી રહે તે માટે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20 હજાર લિટર ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરાઇ રહી છે.

આ પણ વાંચોઃ Corona News: ગુજરાત માટે રાહતના સમાચાર, નવા કેસ અને મૃત્યુમાં ઘટાડો

200 લોકોને જીવનદાન આપી શકાશે
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ તથા સમાજ અગ્રણીશ્રી રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તેનો સમાજના હિતાર્થે ઉપયોગ કરવામાં અમે પાછી પાની નહીં કરીએ. ફાલ્કન પરિવારના જગદિશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રની ખમીરવંતી  પ્રજા રોટલો અને ઓટલો આપવામાં હમેશા આગળ રહી છે. આવી મહામારીના સમયમાં માનવધર્મને બચાવવા માટે ખંભે-ખંભા મીલાવીને માનવજાતને બચાવીએ અને આગળ વધીએ. સમરસમાં 20,000 લીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાથી 800 લોકોની હોસ્પિટલમાં દૈનિક 200 લોકોને જીવનદાન આપી શકાશે.

1000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત 
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે કે હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે 1000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. હજાર લિટરની આઠ ટેન્કોને અત્રેથી મુક્ત કરીને અન્ય સેન્ટર પર કાર્યરત કરવામાં આવશે. મહત્તમ દર્દીઓને સારવાર આપતી વખતે ઓક્સિજનની અછત ના સર્જાય તેવા શુભાશય સાથે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસો.ના સહકારથી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાઇ રહ્યો છે તેમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More