Home> Gujarat
Advertisement
Prev
Next

પોરબંદરમાં રેઢીયાળ ઢોરે વધુ વ્યક્તિની જિંદગી ઉજાડી, પરિવારજનો પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા!

પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા 76 વર્ષીય મનજી જીવરાજ ચોવટીયા જેઓ હાલમાં નિવૃત્ત હોય તેઓ મોપેડ બાઈક લઈને ગત 23 તારીખના સાંજે સાંઈબાબા મંદિર નજીક રહેતી પોતાની દીકરીના ઘરે ગયા હતા.

પોરબંદરમાં રેઢીયાળ ઢોરે વધુ વ્યક્તિની જિંદગી ઉજાડી, પરિવારજનો પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા!

અજય શીલુ/પોરબંદર: રાજ્યમાં આખલા યુદ્ધને કારણે અવારનવાર નિર્દોષ લોકોને હોસ્પિટલના બિછાને અથવા તો જીવ ગુમાવવાની ઘટનાઓ બનતી રહે છે. પોરબંદરમાં પણ રેઢીયાળ ઢોરે વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે. પોરબંદર સહિત રાજ્યમાં દિવસે દિવસે રેઢીયાળ ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. 

શાઇસ્તા કો લે આઓ, ઝીલ કે પાસ સોંપ દેના...' ગુજરાતમાં ફરી 'લવસ્ટોરી' નો ભયાનક અંત!

પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા 76 વર્ષીય મનજી જીવરાજ ચોવટીયા જેઓ હાલમાં નિવૃત્ત હોય તેઓ મોપેડ બાઈક લઈને ગત 23 તારીખના સાંજે સાંઈબાબા મંદિર નજીક રહેતી પોતાની દીકરીના ઘરે ગયા હતા. તેમની દીકરીના ઘરેથી પરત ફરતી વેળાએ આશરે સાંજે 6 થી 7 વાગ્યાના અરસામાં આ વૃદ્ધ જ્યારે નરસંગ ટેકરી નજીક પ્રજાપતિ સમાજની વાડી સામે પહોંચ્યા તે દરમિયાન એક આખલો અને ગાય દોડતા દોડતા આ વૃદ્ધના મોપેડ સાથે અથડાયા હતા અને ગાય અને આખલો આ વૃદ્ધ પર પડતાં વૃદ્ધ કચડાઈ ગયા હતા.

મુકેશ અંબાણીએ રિલાયન્સ કર્મચારી મનોજ મોદીને ગિફ્ટમાં આપ્યું 1500 કરોડનું ઘર

આ અંગેની જાણ તેમના પરિવારજનો તથા 108ને કરવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનજી જીવરાજ ચોવટીયાને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં થોડીવાર સારવાર દરમિયાન અંદાજે રાત્રે 10 વાગ્યે તેઓનું મોત નીપજયું હતું. 76 વર્ષની ઉંમરે પણ એકદમ તંદુરસ્ત જીવન ગાળતા આ વૃદ્ધનું આ રીતે અકસ્માતમાં મોત થતાં પરિવારજનો પર દુઃખી જોવા મળી રહ્યા છે. 

સંઘપ્રદેશમાં PMએ કહ્યું; હવે તુષ્ટિકરણ માટે નહીં સંતુષ્ટીકરણ માટે થઈ રહ્યું છે કામ

આ અકસ્માતની ઘટના જ્યારે બની ત્યારે મનજી જીવરાજ ચોવટીયાના પુત્ર રાજકોટથી પોરબંદર પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓને આ ઘટના અંગે જાણ થતાં તેઓ તત્કાળ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા તેમના પુત્રએ જણાવ્યું હતું કે,મારા પિતાજી આવડી ઉંમરે પણ એકદમ તંદુરસ્ત હતા અને તેઓ હજુ ઘણું જીવી શક્યા હોત પરંતુ જે રીતે આ ઘટના બની છે તેથી તેઓએ જીવ ગુમાવવો પડ્યો છે.

ખેડૂતોની બમણી આવકનું સપનું સાકાર કરશે કચ્છના ખેડૂતો, આ રીતે ચીંધ્યો એક નવો જ ચીલો!

તેઓએ એવું પણ જણાવ્યું હતુ કે, જવાબદાર તંત્રે આ અંગે ચોક્કસ કાર્યવાહી કરી રસ્તા પર રખડતાં ઢોરને તેઓના માલિક સંભાળ લે અથવા પકડવા કા તંત્ર દ્વારા તેઓને પકડી રાખવાની કોઇ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે કારણ કે આજે આ ઘટના મારા પિતાજી સાથે બની અને અવારનવાર ઢોરના કારણે અકસ્માતો તો બની જ રહ્યા છે. આમાં જો કોઈ એવા વ્યક્તિનું આવી ઘટનામાં મૃત્યુ થાય કે જે ઘરમાં એકમાત્ર કમાનાર હોય તો તેના પરિવારજનોની શું સ્થિતિ થાય આવા વેધક પ્રશ્નો તેઓએ તંત્રને કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. 

રાજકોટમાં કરણસિંહજી બાલાજી મંદિર વિવાદમાં, ગેરકાયદે બાંધકામ મુદ્દે RMCની નોટિસ

રખડતા ઢોરના ત્રાસના કારણે અકસ્માત અને મોતની ઘટનાઓ અંગે હાઇકોર્ટ દ્વારા પણ અવારનવાર સરકારને ખખડાવી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આમ છતાં પરિસ્થિતીમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી રહ્યો. પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા પણ અમુક સમય ઢોર પકડવાનું થોડો સમય નાટક કર્યા બાદ કામગીરી છે તે બંધ કરી દેવામાં આવતી હોય છે. ખરેખર આ પરિસ્થિતિમાંથી નાગરિકોને મુક્તિ આપવાની સરકારની ઈચ્છા શક્તિ જો હોય તો માત્ર વાતો નહીં પરંતુ આને લઈને જમીની સ્તર પર કામગીરી થવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More