Home> Gujarat
Advertisement
Prev
Next

શેરડીના ભાવો નક્કી થયા બાદ પણ ખેડૂતોમાં વિરોધ, ભાવ પત્રકની કરી હોળી

દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો દ્વારા ગતરોજ જે રીતે શેરડીના ભાવો નક્કી કરવામા આવ્યા હતા. તેને લઇને ખેડુતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામા આવ્યો હતો. અને શેરડીના ભાવોના પત્રકની હોળી કરી હતી.દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય માક શેરડી છે. તેઓ વર્ષ દરમિયાન શેરડી પર જ નભતા હોય છે.

શેરડીના ભાવો નક્કી થયા બાદ પણ ખેડૂતોમાં વિરોધ, ભાવ પત્રકની કરી હોળી

ચેતન પટેલ/સુરત: દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો દ્વારા ગતરોજ જે રીતે શેરડીના ભાવો નક્કી કરવામા આવ્યા હતા. તેને લઇને ખેડુતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામા આવ્યો હતો. અને શેરડીના ભાવોના પત્રકની હોળી કરી હતી.દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય માક શેરડી છે. તેઓ વર્ષ દરમિયાન શેરડી પર જ નભતા હોય છે. 

જો કે છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતની સહકારી મિલો દ્વારા ખેડુતોને શેરડીના પુરતા ભાવ આપવામા આવ્યા નથી. ત્યારે ગતરોજ તેઓને આશા હતી કે, સરકાર તરફી ખેડૂતોનુ ધ્યાન રાખી પોષણ ક્ષમ ભાવો આપવામા આવશે. જો કે સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામા આવ્યો હતો તે પાછલા વર્ષથી પણ ઓછો ભાવ ખેડુતોને આપવામા આવ્યો હતો.

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા ત્રણ વર્ષથી સતત શેરડીના ભાવોમા ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર 80 ટકા માલનો સ્ટોક કરીને બેઠી છે તો બીજી તરફ ખેડુતોને પુરતા ભાવ આપવામા આવતા નથી, જેને કારણે ખેડુતોની સ્થિતિ અંત્યત દયનીય બની છે. આજે ખેડુત સમાજના લોકો દ્વારા શેરડીના ભાવપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ્ધ નોંધાવવામા આવયો હતો અને આવનારા સમયમા લોકસભાની ચૂંટણીમા પણ ખેડુત સમાજ જડબાતોડ જવાબ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More