Gujarat Elections 2022 : ગીર સોમનાથ ઉનામાં પાલિતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉનામાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. ચેતનભાઇ ડાભી હાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. MLA ગુજરાત લખેલી ગાડીમાં તેઓ દારુ સાથે પકડાયા હતા. ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તજવીજ હાથ ધરી છે. કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ થઈ જાય છે, જેથી પોલીસનું ચેકિંગ વધી જાય છે. આમ તો ગુજરાતમા છાશવારે દારૂ પકડાતો હોય છે, પરંતું ગીરસોમનાથાં ચૂંટણી સમયે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ધારાસભ્ય લખેલી ગાડીઓને સલામ મારીને જવા દેવી પડે છે. પંરતું ગીર સોમનાથ પોલીસે માંડવી ચેકપોસ્ટ પર એમએલએ ગુજરાત લખેલી નવીનકોર ઈનોવા કારને પોલીસે રોકી હતી. ત્યારે ગાડીમાં ભાવનગરના કોઈ નેતાજીએ મંગાવેલો મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો. આ બાદ પોલીસને ભલામણોનો દોર શરૂ થયો. પોલીસ દ્વારા પાલીતાણા ડુંગરપુરના બે ઈસમ અને 1 ગીર સોમનાથના યુવાનની ધરપકડ કરાઈ છે.
સૂત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર, ભાવનગરના મોટા નેતાજીની આગળ પાછળ ફરતા લોકોને છોડાવવા નેતાઓએ આકાશ પાતાળ એક કર્યા હતા. પરંતુ પુના પોલીસે નેતાજીના વચેટિયાને જેલ હવાલે કર્યા છે. ત્યારે આચાર સંહિતામાં પોલીસની સ્વતંત્ર કામગીરી ખીલીને સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે