Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : લોકડાઉનને કારણે ધંધામાં દેવું થઈ જતા એમ્બ્રોઈડરીના વેપારીએ મોત વ્હાલુ કર્યું

અમદાવાદમાં લોકડાઉન (Lockdown) ના પગલે મંદી અને ધંધામાં દેવું થઈ જતા વેપારીએ આપઘાત કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ના નિકોલ વિસ્તારના ડી માર્ટ પાસે આવેલ સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. મયુર યાદવ નામના એમ્બ્રોઈડરીના વેપારી યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી હતી. નિકોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ : લોકડાઉનને કારણે ધંધામાં દેવું થઈ જતા એમ્બ્રોઈડરીના વેપારીએ મોત વ્હાલુ કર્યું

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં લોકડાઉન (Lockdown) ના પગલે મંદી અને ધંધામાં દેવું થઈ જતા વેપારીએ આપઘાત કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ના નિકોલ વિસ્તારના ડી માર્ટ પાસે આવેલ સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. મયુર યાદવ નામના એમ્બ્રોઈડરીના વેપારી યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી હતી. નિકોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરામાં આજથી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે, નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલાશે 

લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ધંધો વેપાર બંધ થઈ ગયો છે. જેને કારણે લોકોની આવક પર બ્રેક લાગી છે. આવકનું કોઈ સાધન ન રહેતા લોકો અસહાય બની ગયા છે. આવામાં લોકો નાસીપાસ થઈ રહ્યાં છે. એમ્બ્રોઈડરીનો બિઝનેસ લોકડાઉનને કારણે ઠપ્પ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં અનેક લોકો નાસીપાસ થઈને આત્મહત્યાનું પગલુ અપનાવી રહ્યાં છે. 

સુરત : હબીબસા મહોલ્લામાં કરફ્યૂનુ પાલન કરાવવા પહોંચેલી પોલીસને સ્થાનિક લોકોએ ધક્કો મારી બહાર કાઢ્યા 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદના એક ખેડૂતે આવા જ કારણોથી આત્મહત્યા કરી હતી. લોકડાઉનને કારણે મહામહેનતે ઉગાડેલી કાકડી ન વેચાતા ખેડૂતે મોતનો રસ્તો અપનાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More