Home> Gujarat
Advertisement
Prev
Next

RTE હેઠળ બાળકનું એડમિશન લેવાનું બાકી હોય તો આ છે છેલ્લી તારીખ, શિક્ષણ વિભાગની મોટી જાહેરાત

RTE admission: ભૂપેન્દ્ર પટેલ સરકારે 2024-25 માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી છે. તમારા બાળકના આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તો ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. 

RTE હેઠળ બાળકનું એડમિશન લેવાનું બાકી હોય તો આ છે છેલ્લી તારીખ, શિક્ષણ વિભાગની મોટી જાહેરાત

RTE Gujarat Admission 2024-25: તમારા બાળકનું RTE હેઠળ શાળામાં એડમિશન કરાવવા માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે 2024-25 માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી છે. તમારા બાળકના આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તો ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. જી હા...શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

ગુજરાતની ખેડૂતપ્રેમી ભાજપ સરકારે કહ્યું 'ખેડૂતોના કારણે 219 વાર તૂટી છે નર્મદા કેનાલ

શું છે RTE?
આ પોલિસી સરકાર દ્વારા 4 ઓગષ્ટ 2009માં લાવવામાં આવી હતી. જેમાં 6 વર્ષથી 14 વર્ષના બાળકોને ફરજિયાત ફ્રી અને મફત શિક્ષણ આપવાની વાત કરી છે. આપણા દેશના ઘણા વિસ્તારમાં હજી પણ બાળકોને ભણાવવામાં આવતા નથી, અથવા એમ કહીએ તો એવી વ્યવસ્થા નથી કે ગરીબ પરિવારનું બાળક ફ્રીમાં ભણી શકે. RTE નું પુરુ નામ Right to Education થાય છે. જેને ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એંડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ કહેવામાં આવેલ છે. આ કાયદા અંવયે બિન અનુદાનિત શાળામાં 25 % મુજબ સમાજના નબળા અને વંચિત બાળકો વિનામુલ્યે અભ્યાસ કરી શકે છે. સમાજમાં સદ્ધર લોકો પોતાના બાળકોને સારી સુવિધા ધરાવતી શાળાઓમાં ભણાવે છે. જ્યારે ગરીબ તેમ કરી શકતા નથી. જેથી ગરીબ વર્ગના લોકોના તેજસ્વી બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે. ઘણા વાલીઓની રજુઆતને અંતે ગુજરાતમાં આ બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગરીબ વર્ગના લોકો પણ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવી શકે છે.

LPG સિલિન્ડર પર મોટા નિર્ણયની તૈયારી, એક વર્ષ સુધી 300 રૂપિયાની મળશે છૂટ

જરૂરિયાત મંદ બાળકો માટે મહત્વપૂર્ણ જાહેરાત
શિક્ષણ મંત્રીએ આરટીઈ એડમિશન બાબતે જણાવ્યું હતું કે, શિક્ષણ માટે જરૂરિયાત મંદ બાળકો વંચિત ના રહે એ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત મંદ બાળકોને 25 ટકા શિક્ષણ માટે RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. લાયક વ્યક્તિઓજ પ્રવેશ મેળવે અને ગેરલાયક શ્રીમંત લોકો પ્રવેશ માટે ફોર્મ ના ભરે તેમ કહેવામાં આવ્યું છે. શ્રીમંત લોકો ખોટી રીતે લાભ ના લઈ જરૂરિયાત મંદ લોકોને લાભ મળે એ માટે કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓ ખોટી રીતે RTE માં પ્રવેશ મેળવ્યા સામે આવ્યા હતા.

Vivo V30 સિરીઝ થઈ લોન્ચ, 5000 mAh બેટરીની સાથે મળશે 50MP નો દમદાર કેમેરો, જાણો કિંમત

આરટીઈ એડમિશન બાબતે શિક્ષણમંત્રીનું નિવેદન
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયાની ઉપસ્થિતિમાં સ્ટેટ NSS એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રોગ્રામ કોર્ડીનેટર, પ્રોગ્રામ ઓફીસર અને સ્વયં સેવકને એવોર્ડ આપવામાં આવશે. કક્ષા 1 અને કક્ષા 2 ના NSSના સભ્યોને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. કક્ષા 1માં કોલેજના શિક્ષકો અને કક્ષા 2 માં ધો.11- 12 ના 1 વિદ્યાર્થીને એવોર્ડ આપવામાં આવ્યો. એવોર્ડ સમારંભમાં રાજ્ય શિક્ષણ મંત્રીનું આરટીઈ એડમિશન બાબતે નિવેદન આપ્યું હતું. 

મહાશિવરાત્રી: અહી પ્રસાદમાં મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારેમાસ ખૂટતું નથી

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો મુખ્ય ઉદ્દેશ

  • 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું
  • 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
  • કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
  • આ કાયદો નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે
  • જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
  • જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
  • ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
  • કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More