Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડ, દાદરા-નગર હવેલી, દમણમાં ભૂકંપના આંચકા, મહારાષ્ટ્રમાં 1 મોત

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના દહાણુ અને પાલઘર, ઉમરગામ તાલુકા, વાપીના આજુબાજુના વિસ્તારોમાં 3.6ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો 
 

વલસાડ, દાદરા-નગર હવેલી, દમણમાં ભૂકંપના આંચકા, મહારાષ્ટ્રમાં 1 મોત

વલસાડ/પાલઘરઃ ગુજરાતના વલસાડ, વાપી જિલ્લા, ઉમરગામ તાલુકો, કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ તેમજ ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર, દહાણુમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક જોવા મળ્યું હતું. આ ભૂકંપમાં મહારાષ્ટ્રમાં એક વ્યક્તિનું મોત થયું છે. બે વખત 3.6ની તીવ્રતાનો અને એક વખત 2.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 

ગુજરાતના વલસાડ જિલ્લા, વાપીની આજુબાજુના વિસ્તાર, ઉમરગામ તાલુકા ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણમાં બુધવારે મોડી રાત્રે 1 થી 2 કલાકની વચ્ચે બે થી ત્રણ વખત ભૂકંપની આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે ઊંઘી રહેલા લોકો ધરતીકંપનો અનુભવ થતાં સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર નિકળી ગયા હતા. 

ભારે વરસાદથી નવસારી-ડાંગમાં ઘોડાપૂર, ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ

ભૂકંપના આંચકાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રના દહાણુ અને પાલઘર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, ગુજરાતના ઉમરગામ તાલુકા તેમજ વાપીની આજુબાજુના વિસ્તારમાં વધુ જોવા મળી હતી. ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર છેલ્લા બે-ત્રણ મહિનાથી આ પ્રકારના આંચકાનો લોકોએ અનેક વખત અનુભવી ચૂક્યા છે. 

fallbacks

મહારાષ્ટ્રમાં એક વ્યક્તિનું મોત 
બુધવારે મોડી રાત્રે 1 વાગ્યા પછી આવેલા ભૂકમ્પના આંચકાથી મહારાષ્ટ્રના પાલઘરના દહાણુ નજીક અમ્બેસરી ગામે એક કાચુ મકાન તુટી પડ્યું હતું. જેના કાટમાળમાં દબાઈ જતાં એક ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું મોત થયું છે. ગુજરાતની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના ગામડાઓમાં ભૂકંપના કારણે દહેશતનો માહોલ છે. હાલ મહારાષ્ટ્ર તંત્ર ભૂકમ્પની અસરોનો સર્વે કરી રહ્યું છે. લગભગ છ મહિનાથી મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂંકપના અવાર-નવાર આંચકા અનુભવાઈ રહ્યા છે. જેની અસર ગુજરાતના વલસાડ સુધી થાય છે. 

જૂઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More