Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત : નવા વર્ષે વરસાદ, વાવાઝોડા બાદ ભૂકંપે પણ ખાતુ ખોલાવ્યું, લોકોમાં ફફડાટ

નવા વર્ષનાં પ્રથમ દિવસે જ કુદરતી પ્રકોપ ઉતર્યો હોય તેમ અનેક જિલ્લાઓમાં વાવાઝોડુ, અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ બે જિલ્લામાં ધરતીકંપ પણ અનુભવાયો હતો

ગુજરાત : નવા વર્ષે વરસાદ, વાવાઝોડા બાદ ભૂકંપે પણ ખાતુ ખોલાવ્યું, લોકોમાં ફફડાટ

અમદાવાદ : નવા વર્ષનો પહેલો જ દિવસ ગુજરાત માટે તોફાની રહ્યો હતો. ક્યાર વાવાઝોડાની અસરના કારણે ગુજરાતનાં દરિયાકાંઠાના મોટા ભાગના જિલાલાઓમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશનાં કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. તો ગોંડલમાં બેસતા વર્ષનાં પ્રથમ દિવસે જ ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગોંડલના પીપળીયા અને અરડોઇ ગામે વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ 2.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તહેવારની સિઝન હોવાનાં કારણે મોટા ભાગના લોકો ઘરે હાજર હતા. ઉપરાંત ઉજવણીના મુડમાં હતો. જો કે સવારે જ આવી ઘટના બનતા લોકોમાં ગભરાટ અને ઉચાટનું વાતાવરણ પેદા થયું હતું. 

ગુજરાત : કમોસમી વરસાદથી મુશ્કેલી, ખેડૂતથી માંડી સાગરખેડૂ સુધી સૌ કોઇ પરેશાન

ગુજરાત :નવા વર્ષમાં અકસ્માતોની વણઝાર 7નાં મોત 50 લોકો ઇજાગ્રસ્ત
ગોડલ-કોટડા સાંગાણી પંથકમાં આજે 6.48 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાનાં હડમતાળા, પાટીયાળી સહિતનાં ગામોમાં ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 
તાપી જિલ્લામાં પણ ભુકંપના આંચકાઓ અનુભાયા હતા. સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સવારે 11 વાગ્યાની આસપાસ 2.0ની તિવ્રતાની ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. નવસારીથી 40 કિલોમીટર દુર મહુવારિયા ભૂકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More