Home> Gujarat
Advertisement
Prev
Next

દ્વારકા હેરોઇન કેસનો આરોપી રાજુ દુબઇને ગુજરાત એટીએસએ નેપાળ બોર્ડરથી ઝડપ્યો

ગુજરાત એટીએસ દ્વારા દ્રારકાના સલાયામાંથી પાંચ કિલો હેરોઈન પકડી પાડવાના મામલે મુખ્ય આરોપી અરશદ સોટ્ટા ઉર્ફે રાજુ દુબઈની નેપાળ બોર્ડરથી ધરપકડ કરી લેવામાં આવી છે..રાજુ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ છે..આરોપી રાજુ દુબઈ પોતાના અન્ય સાગરિત સાથે 300 કિલો હેરોઈન ભારતમાં ઘુસાડી ચુક્યો છે. એટીએસની પુછપરછમાં પાકિસ્તાનના શખ્સનુ નામ પણ સામે આવ્યુ છે.

દ્વારકા હેરોઇન કેસનો આરોપી રાજુ દુબઇને ગુજરાત એટીએસએ નેપાળ બોર્ડરથી ઝડપ્યો

અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા દ્રારકાના સલાયામાંથી પાંચ કિલો હેરોઈન પકડી પાડવાના મામલે મુખ્ય આરોપી અરશદ સોટ્ટા ઉર્ફે રાજુ દુબઈની નેપાળ બોર્ડરથી ધરપકડ કરી લેવામાં આવી છે..રાજુ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ છે..આરોપી રાજુ દુબઈ પોતાના અન્ય સાગરિત સાથે 300 કિલો હેરોઈન ભારતમાં ઘુસાડી ચુક્યો છે. એટીએસની પુછપરછમાં પાકિસ્તાનના શખ્સનુ નામ પણ સામે આવ્યુ છે.

અરશદ સોટ્ટા ઉર્ફે રાજુ દુબઈને ગુજરાત એટીએસની ટીમે નેપાળ બોર્ડરથી આરોપીને ઝડપી પાડ્યો છે. વાત કંઈ એમ છે કે થોડાક મહિના પહેલા એટીએસે દ્વારકા અને માંડવીમાંથી અજીજ ભગાડ અને રફીક સુમરા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. અને અજીજ પાસેથી પાંચ કિલો હેરોઈન પણ મળી આવ્યુ હતુ. તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, અજીજ અને રફીક ભેગા થઈને દરિયા મારફતે 300 કિલો હેરોઈન ગુજરાતમાં લાવ્યા હતા. તે પંજાબના સિમરનજીતના કહેવાથી નજીર અને વોન્ટડે આરોપી મંજુર મીર નામના શખ્સોએ જીરાની આડમાં ઉંઝાથી પંજાબ ડિલિવરી કરી હતી. રાજુ દુબઈની તપાસમાં બહાર આવ્યુ છે કે રાજુ અને વોન્ટેડ આરોપી સિમરનજીત મુખ્ય ખેલાડી છે.

રાજુ પાકિસ્તાનના હાજી નામના શખ્સ સાથે સંપર્કમાં હતો અને હાજી આંતકી સંગઠન સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી છે..હાજી અન્ય આરોપી સાથે મળી આંતકી સંગઠન દ્રારા ફંડિગ કરાવતો હોવાનુ સામે આવ્યુ છે. ઘટના કંઈ એમ હતી કે રાજુ દુબઈ નામના શખ્સે અજીજને દરિયામાંથી 300 કિલો હેરોઈન લાવવાનુ કામ સોંપ્યુ હતુ. અને અજીજે દરિયામાં જઈ હેરોઈન લઈ રાજુ દુબઈના કહેવાથી માંડવી સુધી પહોચાડયુ હતુ. અજીજને સુચના હતી કે આ ડ્રગ રફીક સુમરા લેવા આવશે અને રફીકે તે ડ્રગ કબ્જે કરી પોતાના ગોડાઉનમાં રાખી મુક્યુ હતુ. 

રાજુ દુબઈના કહેવાથી રફીકે આ ડ્રગ ઉંઝા સુધી પહોચાડી ત્યાંથી સિમરનજીતના વ્યકિતઓ એટલે કે નજીર અને મંજુરે પંજાબ સુધી ડ્રગ પહોંચાડી દીધેલ..નોંધનીય છે કે આ સમગ્ર ઘટનામાં અજીજી પાંચ કિલો હેરોઈન ચોરી કરી લીધેલ અને જેથી સમગ્ર ભાંડો ફુટી ગયુ હોવાનુ સામે આવ્યુ છે..એટીએસનુ કહેવુ છે કે આ ડ્રગ ત્રણ વારમાં ગયુ છે જેમાં બે વાર 50-50 કિલો અને એક વાર 200 કિલો ડ્રગ પંજાબ પહોંચ્યુ છે.હાલ તો 300 કિલો હેરોઈન સપ્લાય કર્યા હોવાની વાત સામે આવી છે પરંતુ ખરેખર આ સિવાય કેટલુ હેરોઈન ભારતમાં ઘુસાડવામાં આવ્યુ છે અને આ સિવાય અન્ય કેટલા આરોપીઓ સામેલ છે તે તપાસ બાદ બહાર આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More