Home> Gujarat
Advertisement
Prev
Next

ZEE 24 કલાક ઈમ્પેક્ટ : વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ

વાયુ વાવાઝોડાને પગલે રાજયનાં તમામ કાંઠા વિસ્તારોને એલર્ટ આપી દેવામા આવ્યુ છે. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરતનો ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંઠા વિસ્તાર છે, ત્યારે દરેક જગ્યાએ તંત્ર સાબદુ થઈ ચૂક્યું છે.

ZEE 24 કલાક ઈમ્પેક્ટ : વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ

ચેતન પટેલ/સુરત :વાયુ વાવાઝોડાને પગલે રાજયનાં તમામ કાંઠા વિસ્તારોને એલર્ટ આપી દેવામા આવ્યુ છે. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરતનો ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંઠા વિસ્તાર છે, ત્યારે દરેક જગ્યાએ તંત્ર સાબદુ થઈ ચૂક્યું છે.

વાવાઝોડા સમયે અપાતા 1-2-3 નંબરના સિગ્નલનો અર્થ શું થાય? ક્લિક કરીને જાણી લો રોમાંચક માહિતી 

વાયુ વાવાઝોડાને પગલે સુરતના ડુમસના દરિયા કિનારે પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે કલેક્ટર દ્વારા સુચના આપી દેવામા આવી હતી. જોકે ડુમસના દરિયા કિનારા પર કોઇ પણ પ્રકારનું એલર્ટ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઇ પણ પ્રકારના અધિકારીઓ કે પોલીસ તંત્રની હાજરી જણાઈ ન હતી. તંત્રની બેદરકારી અંગે ઝી 24 કલાકની ટીમ દ્વારા પ્રકાશિત કરવામા આવ્યો હતો. બાદમાં કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ડુમસના દરિયા કિનારા પણ ડીસીપીને મોકલવામાં આવ્યા હતા અને સહેલાણીઓ માટે એન્ટ્રી બંધ કરી દેવામા આવી હતી. વાવાઝોડાની અસર સુરતના દરિયા કાંઠે પણ થવાની છે. જેને પગલે સુરત ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચ તાત્કાલિક બંધ કરાવાયા છે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગ રૂપે બંને બીચ આગામી 15 તારીખ સુધી બંધ રાખવામાં આવશે. કારણ કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર ઉતરી જશે. આ સાથે તમામ ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામા આવી હતી, અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવાઈ હતી. આ સાથોસાથ કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે વાયુ વાવાઝોડાને લઇને મહત્વની મીટિગનું પણ આયોજન હાથ ધરાયુ હતુ.

સુરતનો ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ સક્રિય
વાયુ વાવાઝોડાને પગલે સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરત જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવામાં આવ્યો છે. અહીં હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર જિલ્લાની પળેપળની વિગતો મેળવી રહ્યા છે. સાથે જ સ્ટેટ કંટ્રોલરૂમ સાથે પણ સંપર્ક કરાઈ રહ્યો છે. ખુદ જિલ્લા કલેક્ટર પણ અહીં કંટ્રોલ રૂમમાં હાજર સમગ્ર સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More