Home> Gujarat
Advertisement
Prev
Next

તાપી કિનારે મહિલાની લાશ કાઢવા ગયા તરવૈયા, પણ બન્યું એવું કે હાર્ટ એટેક આવી જાય

સુરતના કોઝવે નજીક તાપી નદી કિનારે ગઈકાલે ધૂળેટીના દિવસે અજીબોગરીબ ઘટના બની હતી. એક વૃદ્ધ મહિલાની લાશ નદી કિનારે કીચડમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ, પણ હકીકત તો કંઈ બીજી જ હતી.

તાપી કિનારે મહિલાની લાશ કાઢવા ગયા તરવૈયા, પણ બન્યું એવું કે હાર્ટ એટેક આવી જાય

ચેતન પટેલ/સુરત :સુરતના કોઝવે નજીક તાપી નદી કિનારે ગઈકાલે ધૂળેટીના દિવસે અજીબોગરીબ ઘટના બની હતી. એક વૃદ્ધ મહિલાની લાશ નદી કિનારે કીચડમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ, પણ હકીકત તો કંઈ બીજી જ હતી.

fallbacks

બન્યું એમ હતું કે, ગઈકાલે ધૂળેટીના દિવસ નદી પાસેથી પસાર થતા લોકોને કિનારે કીચડમાં મહિલાનો મૃતદેહ દેખાયો હતો. મહિલા આખી કીચડમાં ફસાયેલી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓ મહિલાને બહાર કાઢવા માટે તેની પાસે ગયા હતા. લોકોને એમ જ હતું, કે મહિલા મરી ગઈ છે. કોઈ અજાણી મહિલાની બોડી મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તેમજ ભરતી વખતે મહિલાની બોડી તણાઈને આવી હોવાની વાત વહેતી થઈ હતી. પણ જેમ સ્થાનિક તરવૈયા ત્યા પહોંચ્યા તો મહિલા હલી હતી. જેથી પહેલા તો તરવૈયા ડરી ગયા હતા. 

fallbacks

આ મહિલા જીવિત હતી, અને તે દારૂ પીધેલી હાલતમાં હતા. તરવૈયાઓને તેને બહાર કાઢી હતી. આ મહિલા કોણ છે અને તે કેવી રીતે અહી પહોંચી તે વિશે કોઈ માહિતી મળી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More