Home> Gujarat
Advertisement
Prev
Next

અનગઢના તબીબ પ્રતીક જોષીએ મહિલાઓ સાથે સંબંધ બાંધ્યાનો કર્યો સ્વીકાર

આ ડોક્ટરના અનેક વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો.   

અનગઢના તબીબ પ્રતીક જોષીએ મહિલાઓ સાથે સંબંધ બાંધ્યાનો કર્યો સ્વીકાર

વડોદરાઃ અનગઢના લંપટ તબીબ પ્રતીક જોષીની મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મના મામલે નંદેસરી પોલીસે મહિસાગરના વેલણવાળા ગામમાંથી તેની ધરપકડ કરી હતી. લંપટ તબીબને બાજવાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સયાજી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. જ્યાં તેણે 4 મહિલાઓ સાથે સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. સાથે જ તેણે એક વર્ષથી મહિલાઓ સાથે સંબંધ હોવાનો એકરાર કર્યો છે. આ મામલે લંપટ તબીબે નંદેસરી પોલીસ મથકમાં અનગઢના ડેપ્યુટી સરપંચ સહિત 7 લોકો સામે ખંડણી અને અમાનુષી અત્યાચાર કર્યાની ફરિયાદ નોંધાવી છે. સાથે જ આરોપીઓ પર ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 50 લાખની ખંડણી માંગવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તો 5 લાખની ખંડણી આપી હોવાનો ખુલાસો કર્યો છે. હાલ તો કામલીલાનો વીડિયો ગાંધીનગર FSLમાં મોકલાશે.  લંપટ તબીબની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટેની દિશામાં તપાસ શરૂ કરી છે.

શું છે મામલો?
અત્રે જણાવવાનું કે તાજેતરમાં વડોદરાના અનગઢના એક તબીબની કામલીલાના વીડિયો વાઈરલ થયો હતાં.જે જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. અનગઢના ગોત્રી રોડ પર રહેતો આ કામુક તબીબ પ્રેક્ટિસ દરમિયાન મહિલા તબીબ સાથે સેક્સ કરી રહ્યો હોવાનો વીડિયો હાલ વાઈરલ થયો હતો. કહેવાય છે કે તબીબના ત્યાં કામ કરતી કોઈ વ્યક્તિએ જ તબીબને બ્લેકમેઈલ કરવાના ઈરાદે આ વીડિયો ઉતાર્યા હતો. વીડિયો વાઈરલ થતા હાલ તબીબ ફરાર થઈ ગયો હતો.

VIDEO વડોદરા: મહિલા દર્દીઓ સાથે સેક્સ કરનારા હવસખોર ડોક્ટરને પોલીસે દબોચ્યો

મળતી માહિતી મુજબ વડોદરાના ગોત્રી રોડ પર અનગઢના એક તબીબ પ્રતિક જોશીની સેક્સલીલાનો વીડિયો ખુબ વાઈરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું કે તબીબ મહિલા દર્દી સાથે અશ્લીલ હરકતો કરે છે. મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે સેક્સ માણી રહ્યો છે. વીડિયો વાઈરલ થતા સ્થાનિકોએ તબીબને માર માર્યો હોવાની પણ ચર્ચા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More