Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : કુખ્યાત ડોન અબ્દુલ વહાબના પુત્રએ બિલ્ડરને ધમકાવી 1.25 કરોડ માંગ્યા

અમદાવાદના કુખ્યાત ડોન અબ્દુલ વહાબનો પુત્ર પણ પિતાના પગલે લોકોને ડરાવી-ધમકાવીને રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે. ડોન અબ્દુલ વહાબના પુત્રના ત્રાસથી અમદાવાદના શાહપુરના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. કુખ્યાત ડોનના પુત્રની માંગ પર બિલ્ડરે તેને 80 લાખ ચૂકવ્યા હતા. 

અમદાવાદ : કુખ્યાત ડોન અબ્દુલ વહાબના પુત્રએ બિલ્ડરને ધમકાવી 1.25 કરોડ માંગ્યા

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના કુખ્યાત ડોન અબ્દુલ વહાબનો પુત્ર પણ પિતાના પગલે લોકોને ડરાવી-ધમકાવીને રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે. ડોન અબ્દુલ વહાબના પુત્રના ત્રાસથી અમદાવાદના શાહપુરના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. કુખ્યાત ડોનના પુત્રની માંગ પર બિલ્ડરે તેને 80 લાખ ચૂકવ્યા હતા. 

Breaking : ગુજરાત સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સને 12% મોંઘવારી ભથ્થુ આપશે

પ્રાપ્ત માહિતી અનુસાર, દાણીલીમડામાં રહેતા તેલના વેપારી યાસીન મેમણે ડોન અબ્દુલ વહાબના પુત્ર અહદ અને તેના સાગરિતો સાથે મળીને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારે વહાબના પુત્ર અહદે યાસીન મેમણ પાસેથી 1.25 કરોડની ખંડણી માંગી હતી. અહદે તેમને ધમકી આપતા તેમણે ડરીને 80 લાખ ચૂકવી દીધા હતા. પરંતુ અહદે બાકીની રકમની વસૂલાત કરી હતી. અહદે પોતાના સાગરિતો સાથે મળીને યાસીન મેમણને પોતાની ઓફિસમાં ત્રણ કલાક બંદી બનાવ્યા હતા. ત્રણ કલાક સુધી તેણે બિલ્ડરને ડરાવ્યા-ધમકાવ્યા હતા. જેના બાદ બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

પિતાએ પોલીસ સ્ટેશનમાં રડતા-રડતા કહ્યું, ‘સાહેબ, મારા છોકરાથી બચાવો, તેણે મને ક્રિકેટના બેટથી ફટકાર્યા...’

 
- વહાબના પુત્રએ ખંડણી માંગીને બિલ્ડરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બિલ્ડર યાસીન મેમણે 31 જુલાઈના રોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સરખેજ પોલીસે અબ્દુલ વહાબના પુત્ર અબ્દુલ અહદ શેખ, શહેજાદ રફીક શેખ, રફીક રહીમ શેખ, ઝાકીર હુસૈન ગુલામ હુસૈન શેખ અને સઈદ ઝાકીર હુસૈન શેખ સામે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બિલ્ડરને ધમકી આપતા CCTV ફૂટેજ પણ જપ્ત કર્યાં છે. યાસિન રઝાક મેમણે પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ સમક્ષ પોતાનું ડાઇંગ ડીક્લેરેશન પણ આપ્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More