Home> Gujarat
Advertisement
Prev
Next

શું એક નેતાને આવી હરકત શોભે? રાકેશ હીરપરાનો કુટાળીયા કાઢતો વીડિયો વાયરલ

પાલિકામાં બુધ અને ગુરૂવારે બજેટ બોર્ડની બેઠક મળી હતી. બંન્ને દિવસ શાસક ભાજપ અને વિપક્ષ આપ વચ્ચે ભારે હોબાળો થયો હતો. ગુરૂવારે આપના 5 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યાર બાદ કોર્પોરેટર નહી હોવા છતા પણ પાલિકામાં આવેલા આપના શિક્ષણ સમિતીના સભ્ય રાકેશ હીરપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જોકે આ અંગે તેમને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ અપશબ્દો બોલી રહ્યા હતા અને 10 સેકન્ડ માટે આ પ્રકારે વિરોધ કર્યો હતો. જો કે ભાજપે પોતાનું પાપ છુપાવવા આ વીડિયો વાયરલ કર્યો છે. 

શું એક નેતાને આવી હરકત શોભે? રાકેશ હીરપરાનો કુટાળીયા કાઢતો વીડિયો વાયરલ

સુરત : પાલિકામાં બુધ અને ગુરૂવારે બજેટ બોર્ડની બેઠક મળી હતી. બંન્ને દિવસ શાસક ભાજપ અને વિપક્ષ આપ વચ્ચે ભારે હોબાળો થયો હતો. ગુરૂવારે આપના 5 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યાર બાદ કોર્પોરેટર નહી હોવા છતા પણ પાલિકામાં આવેલા આપના શિક્ષણ સમિતીના સભ્ય રાકેશ હીરપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જોકે આ અંગે તેમને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ અપશબ્દો બોલી રહ્યા હતા અને 10 સેકન્ડ માટે આ પ્રકારે વિરોધ કર્યો હતો. જો કે ભાજપે પોતાનું પાપ છુપાવવા આ વીડિયો વાયરલ કર્યો છે. 

પાકિસ્તાનની પુંછડી વાંકી તે વાંકી જ ! 30 માછીમારો સહિત 5 ભારતીય બોટોનું અપહરણ

સુરત મહાનગર પાલિકાના 2022-23 ના ડ્રાફ્ટ અંગે બુધ અને ગુરૂવારે ચર્ચામાં સભાખંડમાં શાસકો અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી. મેયર અને વિરોધ પક્ષના નેતા સહિતના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે શરૂઆતમાં અડધો કલાક સુધી કાર્યવાહી ખોરવાઇ હતી. ત્યાર બાદ બંન્ને પક્ષોમાં વિરોધનો સુર થંભી જતા ફરી કાર્યવાહી શરૂ થઇ હતી. કોર્પોરેટરો દ્વારા બજેટ મુદ્દે પોત પોતાના અભિપ્રાયો રજુ કરવામાં આવ્યા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

PSI એ સ્પામાં જઇને કહ્યું કે, તમારે ત્યાં સેન્ડવીચ મસાજ થાય છે કે નહી અને પછી PSI પોતે જ...

સામાન્ય સભાની શરૂઆત જ ખુબ જ ઉગ્ર રહી હતી. જો કે મેયર દ્વારા મહેશ અણઘડની રજુઆતોને કોરાણે મુકીને સોનલ દેસાઇને બોલાવવા માટે કહેવામાં આવતા વિરોધ પક્ષના સભ્યો દ્વારા સભાખંડ ગજવવામાં આવ્યું હતું. અણઘડની રજુઆતને ધ્યાને નહી લઇને સોનલ દેસાઇને બોલવાનું કહેતા વિપક્ષી સભ્યો ઉશ્કેરાયા હતા. ત્યાર બાદ હોબાળો કર્યો હતો. જો કે તમામ સભ્યોને સસ્પેન્ડ કરવાની વાત કરતા અંતે મામલો થાળે પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More