Home> Gujarat
Advertisement
Prev
Next

મુખ્યમંત્રીના મીમ્સનો વીડિયો બનાવીને વાયરલ કરનારા કિશન રૂપાણીની સુરત પોલીસે કરી ધરપકડ

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગેની ચર્ચા હોય કે બોર્ડની પરીક્ષા હોય તમામ અંગે સમાચાર કરતા બમણી ઝડપે અફવાઓ ફેલાઇ રહી છે. સુરતના કિશન રૂપાણી નામના વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોમાં ગભરાય ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાનું પોલીસે અવલોકન કરીને ક્રાઇમબ્રાંચ દ્વારા આ આરોપીની ધરપકડ કરી લીધી છે. 

મુખ્યમંત્રીના મીમ્સનો વીડિયો બનાવીને વાયરલ કરનારા કિશન રૂપાણીની સુરત પોલીસે કરી ધરપકડ

સુરત : સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગેની ચર્ચા હોય કે બોર્ડની પરીક્ષા હોય તમામ અંગે સમાચાર કરતા બમણી ઝડપે અફવાઓ ફેલાઇ રહી છે. સુરતના કિશન રૂપાણી નામના વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોમાં ગભરાય ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાનું પોલીસે અવલોકન કરીને ક્રાઇમબ્રાંચ દ્વારા આ આરોપીની ધરપકડ કરી લીધી છે. 

ગુજરાત સરકારે રાત-દિવસ જોયા વિના પ્રજાહિતમાં તિજોરીની ચિંતા કર્યા વગર કામ કર્યુ છે : CM રૂપાણી

સુરતનાં સિંગણપોર વિસ્તારમાં 402 માનસી ફ્લેટમાં રહેતા કિશન અરવિંદ રૂપાણીએ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીનો એડિટ કરેલો વીડિયો વાયરલ કર્યો હતો. કિશન રૂપાણી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. કિશન ઇન્સ્ટાપર ગુજ્જુ સ્માઇલ નામનું પેજ પણ ધરાવે છે. આશરે પાચ લાખ લોકો પણ આ પેજ ફોલો કરે છે. મુખ્યમંત્રીની છબી ખરડાઇ તે માટે ઇરાદાપુર્વક વીડિયો એડિટીંગ કરીને સોશિયલ મીડિયામાં મુક્યો હોવાનું ક્રાઇમબ્રાંચની ટીમે ધ્યાને આવ્યું હતું. 

Gujarat: બોર્ડની પરીક્ષા લેવાશે કે નહી? તે અંગે સૌથી મોટા સમાચાર ZEE 24 Kalak પર

ક્રાઇમબ્રાંચના ટેક્નિકલ ટીમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એપ્લિકેશન યુઝ કરનારા કિસન રૂપાણી નામના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. કિશન રૂપાણી જેવા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અથવા બદઇરાદા પુર્વક કોઇની છબી ખરડાય તેવો પ્રયાસ કર્યો હોવાનાં કારણે ક્રાઇમબ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાનો દુરઉપયોગયોગ કોઇ પણ રીતે સાંખી નહી લેવામાં આવે તેવો કડક સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More