Home> Gujarat
Advertisement
Prev
Next

5 હીરા ન મળતાં કર્મચારીને મારી નખાયો! માલિકે રૂમમાં ગોંધી રાખી લાકડીના ફટકા માર્યા, આખરે મોત

ઠક્કર નગર વિહાણ કોમ્પ્લેક્સમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હરેશભાઈ ભાલીયા નામના 45 વર્ષના આધેડની હીરાના કારખાનાના માલિક ધર્મેશ મોરડીયા અને મેનેજર મુકેશ વઘાસિયા તેમજ વિજય ગજ્જર નામના વ્યક્તિએ બંધક બનાવીને લાકડીઓથી માર મારી હત્યા કરી છે.

5 હીરા ન મળતાં કર્મચારીને મારી નખાયો! માલિકે રૂમમાં ગોંધી રાખી લાકડીના ફટકા માર્યા, આખરે મોત

ઉદય રંજન/અમદાવાદ: ઠક્કર નગરમાં હીરાના કારીગરની હત્યા કરાઈ છે. કારખાનામાંથી હીરાનો કારીગર પાંચ હીરા લઈને ચા પીવા નીકળી જતા કારખાના માલિક અને મેનેજર એ માર મારીને હત્યા કરી નાંખી છે. કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કેવી રીતે હીરો મેળવવા કરાઈ હત્યા જોઈએ..

કર્ણાટક ચૂંટણી પહેલા AAPને મળ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, TMCને મોટો ફટકો

ઠક્કર નગરમાં હીરા ઘસવાના કારીગરને બંધક બનાવીને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. ઠક્કર નગર વિહાણ કોમ્પ્લેક્સમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હરેશભાઈ ભાલીયા નામના 45 વર્ષના આધેડની હીરાના કારખાનાના માલિક ધર્મેશ મોરડીયા અને મેનેજર મુકેશ વઘાસિયા તેમજ વિજય ગજ્જર નામના વ્યક્તિએ બંધક બનાવીને લાકડીઓથી માર મારી હત્યા કરી છે. આ આરોપીઓ હીરાના પાંચ નંગ નહિ મળતા હરેશભાઈ પર શકા રાખીને તેમને માર માર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હેરેશ ભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પરિવારનું ગુજરાન ચલાવનાર મોભીની હત્યા થતા પરિવારમાં આક્રોશ વધ્યો છે. અને ગુનેગારોને સજા મળે તેવી માંગ કરી છે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાને આપી મોટી ભેટ, 81 કરોડના ખર્ચે બનશે ફલાય ઓવર

મૂળ અમરેલી અને હાલ નિકોલના ચાણક્ય પાર્ક સોસાયટીમાં રહેતા હરેશભાઈ ભાલીયા છેલ્લા 15 વર્ષથી હીરા ઘસવાના કારીગર છે. અમદાવાદના જુદા જુદા કારખાનામાં હીરાના મથાળાના કારીગર તરીકે હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક છેલ્લા 20 દિવસ પહેલા જ ઠક્કરનગરમાં ધર્મેશભાઈ મોરડીયાના હીરાના કારખાનામાં જોડાયા હતા. હરેશભાઈ પાંચ જેટલા હીરાના નંગ ધર્મેશભાઈને જમા કરાયા વગર ચા પીવા જતા રહ્યા હતા.

ગુજરાતમાં કોરોના વાયરસના વળતા પાણી! પણ અમદાવાદીઓ સાવધાન, આજે એકનો 'ભોગ' લેવાયો!

આરોપીઓએ હરેશભાઈને પકડીને રૂમમાં બંધક બનાવી હીરાના નંગની ઉઘરાણી શરૂ કરી પરંતુ હરેશભાઈ કઈ જણાવે તે પહેલા જ આરોપીઓ દ્વારા તેઓને રૂમમાં ગોંધી રાખીને લાકડીઓથી ફટકા મારતા આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત નીપજયું હતું. ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કારખાના મલિક સહિત 3 ની ધરપકડ કરી છે.

ફરી એક વખત ભગવા રંગ પર કાળી ટીલી લાગી! રૂપિયાની લેતીદેતીમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો

5 હીરાના નંગ નહિ મળતા કારખાના માલિકે કારીગરની જ હત્યા કરી દેતા કારીગરોમાં પણ રોષ વધ્યો છે. ખરેખર આ હત્યા પાછળ હીરાનો નંગ જવાબદાર છે કે કોઈ અન્ય કારણ છે જેને લઈને પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

પ્રોપર્ટી ખરીદતા પહેલા સમજી લો કે તમને કેટલી હોમ લોન મળશે? EMI કેટલી હશે, સમજો ગણિત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More