Home> Gujarat
Advertisement
Prev
Next

ચૈત્રી તેરસના દિવસે અંબાજીમાં ભક્તોનો ઘોડાપૂર; ચાચરચોકમાં ભક્તો ગરબે ધૂમ્યા, પ્રાગણ ગાજ્યું

અંબાજી મંદિરનું ચાચર ચોક લાલ ધજા પતાકાઓથી ભરચક જોવા મળ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓ નાની મોટી ધજા લઇ માં અંબેના મંદિરે પહોંચ્યા હતા અને ચાચર ચોકમાં ગરબે રમતા જોવા મળ્યાં હતા. આજે અંબાજી મંદિરમાં 21 ઉપરાંત નાની મોટી 52 ગજની ધજાઓ અંબાજી મંદિરે ચઢાવવામાં આવી હતી.

ચૈત્રી તેરસના દિવસે અંબાજીમાં ભક્તોનો ઘોડાપૂર; ચાચરચોકમાં ભક્તો ગરબે ધૂમ્યા, પ્રાગણ ગાજ્યું

ઝી બ્યુરો/અંબાજી: બે દિવસ બાદ ચૈત્રી પુનમ છે તેના પગલે આજે તેરસે પણ અંબાજી મંદિર માં ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે. એટલું જ નહિ આજે સવારથી જ અંબાજી મંદિરનું ચાચર ચોક લાલ ધજા પતાકાઓથી ભરચક જોવા મળ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓ નાની મોટી ધજા લઇ માં અંબેના મંદિરે પહોંચ્યા હતા અને ચાચર ચોકમાં ગરબે રમતા જોવા મળ્યાં હતા. આજે અંબાજી મંદિરમાં 21 ઉપરાંત નાની મોટી 52 ગજની ધજાઓ અંબાજી મંદિરે ચઢાવવામાં આવી હતી.

ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, 'તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ આપો'

આમ તો પૂનમે ભક્તોનો ભારે મેળાવડો જોવા મળતો હોય છે, પણ પૂનમના દિવસે ભારે ભીડભાડ હોવાથી શ્રદ્ધાળુઓ હવે બને તેટલા વહેલા દર્શન કરી લેવાનું યોગ્ય માની રહ્યા છે ને સંઘમાં નાના બાળકો સહીત મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવતી હોવાથી તેમજ હાલ તબક્કે ગરમીના ભારે ઉકળાટમાં યાત્રિકોને હેરાનગતિ ન થાય તેના માટે વહેલી તકે દર્શન કરી લેવા યોગ્ય માની યાત્રિકો આજે તેરસે દર્શન કરી મંદીરે ધજાઓ ચઢાવી રહ્યા હતી. 

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો એક નવો જ ધડાકો! મે મહિનાની આ તારીખ લખીને રાખજો...

આજે અંબાજી મંદિરે ધજાઓ લઈને આવેલા યાત્રિકોને હાલ તબક્કે ચાલી રહેલા ચૂંટણીના વાતાવરણને લઇ કેવું અને ક્યાં મતદાન થશે તે બાબતે પુછાયેલા સવાલમાં શ્રદ્ધાળુઓ હિન્દુવાદીને સનાતન ધર્મને મહત્વ આપતી હોય સાથે જે હિન્દૂ રાષ્ટ્ર બનાવાની ભાવના રાખે છે તેવા નેતા તરફે મતદાન કરવા જણાવી રહ્યા છે. 

ચૂંટણીમાં ફરજ બજાવતા સાબરકાંઠાના SRP જવાન ધબકારા ચૂક્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય

આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અંબાજી ઉમટી પડ્યા હતા, ત્યારે ચાચરચોકમાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા મોદી મોદીના નારા સાંભળવા મળ્યા હતા અને હજી બે દિવસ યાત્રિકોનો વધુ ઘસારો રહે તેવું મનાઈ રહ્યું છે.

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે? નારોલ અને સરખેજમાં હેવાનિયતના ચોંકાવનારા બે કિસ્સા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More