Home> Gujarat
Advertisement
Prev
Next

Devayat Khavad ની તસવીર સળગાવી જાહેરમાં વિરોધ, લોક સાહિત્યકારની હરકતોથી લોકો નારાજ!

આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટર સળગાવી ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હુમલો કરનાર લોક કલાકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

Devayat Khavad ની તસવીર સળગાવી જાહેરમાં વિરોધ, લોક સાહિત્યકારની હરકતોથી લોકો નારાજ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં અવારનવાર જાહેરમાં મારામારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં મોટા માથાઓની સંડોવણીના કિસ્સાઓ પણ સતત વધી રહ્યાં છે. જાહેર જીવનમાં સ્થાન ધરાવતી વ્યક્તિઓ, પૈસા કે ઉંચી વગ ના કારણે ગમે ત્યારે કાયદો પોતાના હાથમાં લઈ લે છે અને જેને કારણે સામાન્ય માણસોના જીવનને અસર પહોંચે છે. આવી જ એક ઘટનાને કારણે હાલ સૌરાષ્ટ્રના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખાવડ ચર્ચામાં છે. દેવાયત ખાવડનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ જાહેરમાં બેફામ રીતે એક યુવકને માર મારતા હતાં. આ વીડિયોમાં તેમની સાથે એમના માણસો પણ હતા તેઓ પણ યુવકને માર મારી રહ્યાં હતાં. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં દેવાયત ખાવડનો તિરસ્કાર થઈ રહ્યો છે.

આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટર સળગાવી ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હુમલો કરનાર લોક કલાકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. રવિ રત્ન પાર્કમાં પાર્કિંગ બાબતે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ લાકડી વડે માર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં સીસીટીવીના આધારે એ ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર હુમલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવવામાં આવી હતી. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હુમલો કરનાર લોક કલાકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડે હુમલો કરેલો વ્યક્તિ મયુરસિંહ રાણા મૂળ ધ્રાંગધ્રાના કોઢ ગામનો છે.

 

શું છે સમગ્ર વિવાદ?
જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખવડે  હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલો પુષ્કર એપાર્ટમેન્ટ નજીક કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  આ હુમલામાં પીડિત યુવકના પગ ભાંગી ગયા છે. પીડિત યુવકનું નામ મયુરસિંહ છે. હુમલા બાદ મયુરસિંહને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More