Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો, છતાં આ જિલ્લામાં લોકો તરસ્યા! માત્ર ત્રણ ડેમ છલકાયા, 10 ખાલીખમ

ભાવનગર જિલ્લાના રઘોળા, હમીરપરા, હણોલ, પીંગળી વગેરે ડેમ 50 થી 90 ટકા ભરાયા છે. જેથી આ ડેમના પાણીનો ઉપયોગ કરતા લોકોને સામાન્ય રાહત રહેશે. જ્યારે રજાવળ, લાખણકા અને જસપરા વગેરે ડેમ હજુ 50 ટકા પણ ભરાયા નથી.

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો, છતાં આ જિલ્લામાં લોકો તરસ્યા! માત્ર ત્રણ ડેમ છલકાયા, 10 ખાલીખમ

નવનીત દલવાડી/ભાવનગર:  ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે. ભાવનગર જિલ્લામાં મોટાભાગના ડેમ ખાલીખમ રહેતા ઉનાળામાં જળસંકટ સર્જાય તેવા એંધાણ છે. જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને ભાવનગર શહેર, પાલીતાણા અને ગારીયાધાર તાલુકામાં મહદ અંશે સિંચાઈ તેમજ પીવાના પાણીની અછત નહિ સર્જાય. જ્યારે મહુવાના રોજકી અને બગડ ડેમ પણ ઓવરફ્લો થયા છે. આમ જિલ્લાના 13 પૈકી માત્ર ત્રણ જ ડેમ ઓવરફ્લો થયા છે. જેથી બાકીના તાલુકા પંથકોમાં પાણીની અછત સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે.

અરેરે! આ શું થયું? 150 રન થયા ત્યાં સુધીમાં 150 ઢળી પડ્યા, 4ને હોસ્પિટલ ખસેડ્યા

ભાવનગર જિલ્લાના રઘોળા, હમીરપરા, હણોલ, પીંગળી વગેરે ડેમ 50 થી 90 ટકા ભરાયા છે. જેથી આ ડેમના પાણીનો ઉપયોગ કરતા લોકોને સામાન્ય રાહત રહેશે. જ્યારે રજાવળ, લાખણકા અને જસપરા વગેરે ડેમ હજુ 50 ટકા પણ ભરાયા નથી. જેથી આ વિસ્તારના લોકોને પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વચ્ચે સૌથી માઠા સમાચાર; આ જિલ્લામાં બરબપોરે શરૂ થયો વરસાદ

ભાવનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન મેઘરાજા જોઈએ એટલા મહેરબાન નથી થયા. જિલ્લામાં આવેલા મહત્વના કુલ 13 ડેમો પૈકી ત્રણ જ ડેમ આ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓવરફ્લો થયા છે. જોકે ચોમાસું હવે પૂરું થઈ ગયું છે અને હવે વરસાદની શક્યતા નહિવત્ છે. જેના કારણે મોટાભાગના ડેમો ખાલીખમ રહે એવી સ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં આગામી શિયાળા અને ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય શકે એ શક્યતાને નકારી શકાય નહિ.

ગુજરાતમાં ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી હોય,પણ આ જિલ્લામાં ભયંકર સ્થિતિ, જતા પહેલા વાંચો

રાજ્યમાં ચોમાસુ હવે સત્તાવાર રીતે પૂર્ણ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મોટાભાગના ડેમ અધૂરા રહી જતા ઉનાળામાં કપરી પરિસ્થિતિ સર્જાય એવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. જોકે ભાવનગર જિલ્લાનો સૌથી મોટો અને મહત્વનો ગણી શકાય એવો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો થઈ ગયો છે. જેને લઇને ભાવનગર શહેર, પાલીતાણા અને ગારીયાધાર તાલુકામાં મહદ અંશે સિંચાઈ તેમજ પીવાના પાણીની અછત નહિ સર્જાય. જ્યારે મહુવાના રોજકી અને બગડ ડેમ પણ ઓવરફ્લો થયા છે. 

1 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે સૂર્ય અને મંગળનો સંયોગ, આ જાતકોને બમ્પર ફાયદો

આમ જિલ્લાના 13 પૈકી માત્ર ત્રણ જ ડેમ ઓવરફ્લો થયા છે. જેના કારણે બાકીના તાલુકા પંથકોમાં પાણીની અછત સર્જાવાની શક્યતા જોવાય રહી છે. ભાવનગર જિલ્લાના રઘોળા, હમીરપરા, હણોલ, પીંગળી વગેરે ડેમ 50 થી 90 ટકા ભરાયા છે. જેથી આ ડેમના પાણીનો ઉપયોગ કરતા લોકોને થોડા અંશે રાહત રહેશે, જ્યારે રજાવળ, લાખણકા, જસપરા વગેરે ડેમ હજુ 50 ટકા પણ ભરાયા નથી. જેને લઈને આ વિસ્તારના લોકોને પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

પુરી રકમ ભરીને પ્રોપર્ટી ખરીદી, રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું પણ આ ભૂલ્યા તો હાથથી જશે

ભાવનગર જિલ્લામાં ચોમાસા ની શરૂઆતમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો, જેના કારણે 13 પૈકી ત્રણ ડેમ ઓવરફલો થઈ ગયા હતા, પરંતુ એ સિવાયના 10 ડેમમાં પાણીની નહિવત આવક થઈ હતી, જેના કારણે અમુક ડેમ 50 ટકા પણ નહિ ભરાતા ખાલી જોવા મળી રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે. ચોમાસુ હજુ તો પૂર્ણ જ થયું છે ત્યાં કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ઉનાળાના સમયમાં ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી સર્જાય એવી પૂરી સંભાવના છે. જિલ્લાના શેત્રુંજી ડેમ મારફતે પાલીતાણા અને ગારીયાધાર જૂથ યોજનાને પીવાનું પાણી આપવામાં આવે છે. 

બદકિસ્મત હોય છે આ 4 રાશિના લોકો, શોધ્યા પછી પણ નથી મળતો સાચો પ્રેમ!

આ ઉપરાંત પાલીતાણા, મહુવા, તળાજા અને ઘોઘાના ગામડાઓમાં કેનાલ મારફતે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે. જોકે શેત્રુંજી ડેમનું એક વર્ષ ચાલે એટલું પીવાનું પાણી રિઝર્વ રાખી વધારાનું પાણી સિંચાઈ માટે આપવામાં આવતું હોય છે. જોકે સિંચાઇ અધિકારી એ જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન શેત્રુંજી ડેમ ઓવરફલો થયો હોવાના કારણે ભાવનગર શહેર, પાલીતાણા અને ગારીયાધારમાં પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય.

દુનિયાનું સૌથી 'ચમત્કારી' ફળ! 4 મહિના સુધી દરરોજ ખાઓ, આંખો થશે ગીધની જેમ તીક્ષ્ણ

ડેમની આંકડાકીય માહિતી:

ભાવનગર જિલ્લાના:

  • શેત્રુંજી - ૯૯.૪૧
  • રજાવળ - ૨૫.૯૧
  • માલપરા - ૮૨.૬૧
  • ખારો - ૬૬.૫૮
  • માલણ - ૬૯.૪૧
  • રંઘોળા - ૯૧.૧૨
  • લાખણકા - ૩૩.૯૭
  • હમિપરા - ૫૧.૪૯
  • હનોલ - ૫૦.૮૯
  • પિંગલી - ૫૩.૮
  • બગડ - ૯૭.૨૩

બોટાદ જિલ્લાના:

  • કાળુભાર - ૧૦૦
  • કાનીયાડ - ૩૩.૭૯
  • લિંબાળી - ૭૧.૭૦
  • ખાંભડા ડેમ - ૧૦૦ ટકા
  • ઉતાવળી - ૯૧.૦૧
  • ગોમા - ૨૧.૯૭

ભાવનગર જિલ્લાના 3 અને બોટાદ જિલ્લાના 2 ડેમ મળી ૫ ડેમ સો ટકા ભરાયા, ૭ ડેમ પચાસ ટકા જ્યારે ૭ માંથી ૪ ડેમ તો હજુ ૩૦ ટકા પણ ભરાયા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More