Home> Gujarat
Advertisement
Prev
Next

ડે.સીએમ નીતિન પટેલની ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ

પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ડોક્ટરો સાથે મારપીટના મામલા બાદ પ્રદેશમાં આ હડતાળ ચાલુ છે. આ હડતાળની અસર માત્ર બંગાળ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. દેશના ખુણે ખુણેથી ડોક્ટરોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ડોક્ટરો બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના સંદર્ભમાં 17મીએ હડતાળ પર જવાના છે. જે અંગે આજે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ કરી. 

ડે.સીએમ નીતિન પટેલની ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ

ગાંધીનગર: પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ડોક્ટરો સાથે મારપીટના મામલા બાદ પ્રદેશમાં આ હડતાળ ચાલુ છે. આ હડતાળની અસર માત્ર બંગાળ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. દેશના ખુણે ખુણેથી ડોક્ટરોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ડોક્ટરો બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના સંદર્ભમાં 17મીએ હડતાળ પર જવાના છે. જે અંગે આજે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ કરી. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પણ ગયા હતાં. જ્યાં તેમણે હોસ્પિટલના અલગ અલગ પ્રશ્નોને લઈને અધિકારીઓ સાથે મીટિંગ કરી. નવનિર્મિત ભવનની મુલાકાત લીધી. તેમણે હડતાળને લઈને કહ્યું કે રાજ્ય સરકાર તેમની રજુઆતો કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને પહોંચાડશે. રાજ્યમાં દર્દીઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે અને ઈમરજન્સીના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દર્દીઓના હિતમાં હડતાળ પર ન જવાની અપીલ કરી. 

VIDEO ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો પર ભાજપ જ કબજો કરશે, ખાસ જાણો કઈ રીતે

મમતા બેનર્જીએ ઝૂકીને માગણીઓ સ્વીકાર પરંતુ ડોક્ટરો માનવા તૈયાર નથી
આ અગાઉ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ પર ચાલી રહેલા ડોક્ટર્સને કામ પર પરત ફરવા માટેની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે પ્રદર્શનકર્તા ડોક્ટર્સની તમામ માંગી સ્વિકારી, માંગ માનવા માટે પણ તૈયાર છે પરંતુ તેમણે કામ પર પરત ફરવું જોઇએ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, જુનિયર ડોક્ટર્સની હડતાળનાં પાંચ દિવસ બાદ પણ અમે એસ્મા કાયદો નથી લગાવ્યો અથવા તેઓની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. મમતાએ કહ્યું કે, અમે તમામ કાર્યક્રમ રદ્દ કરીને બેઠક માટે જુનિયર ડોક્ટર્સની રાહ જોઇ હતી. દરેકે બંધારણીય સંસ્થાનું સન્માન કરવું જોઇએ.

જુઓ LIVE TV

પ્રદર્શનકારી જુનિયર ડોક્ટર્સે શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને અપીલને ફગાવી અને કહ્યું કે, આ ગતિરોધને દુર કરવા માટે મુખ્યમંત્રી તરફથી કોઇ ઇમાનદાર પહેલ કરવામાં આવી નથી. પ્રદર્શનકર્તા ડોક્ટર્સ સાથે કામ પર પરત ફરવાની મુખ્યમંત્રીની અપીલ બાદ જુનિયર ડોક્ટર્સના સંયુક્ત મંચના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે લોકો ડ્યુટી પર પરત ફરવાની ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ,  પરંતુ મુખ્યમંત્રી તરફથી તેનું (હાલની સમસ્યાનું) સમાધાન કાઢવા માટે કોઇ ઇમાનદાર પહેલ નથી કરવામાં આવી. 

તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જે કાંઇ પણ કહ્યું છે તેમાં કંઇ જ સત્ય નથી, કોઇ પણ જુનિયર ડોક્ટર તેમને મળવા માટે નથી ગયા. એવો દાવો કરી રહ્યા છે કે અમે લોકો ઉકેલ લાવવા અને વાતચીતની વિરુદ્ધમાં છીએ. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે નીલ રતન સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ આવે અને અમને સાંભળે તથા બિમાર લોકોની સેવા માટે જરૂરી પગલા ઉઠાવે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More