Home> Gujarat
Advertisement
Prev
Next

ચોંકતા નહીં! રાતોરાત રેલવે ટ્રેક પર બનાવી ઈંટોની કાચી દિવાલ, ડેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રે, વીકલી ટ્રેન અને માલગાડી હાલમાં દોડાવવામાં આવી રહી છે તે દરમિયાન રેલવેની આ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે. અકસ્માતના બનાવો રાત્રી દરમિયાન વાંકાનેર નજીક આવેલા ઓવરબ્રિજ પાસે બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. 

ચોંકતા નહીં! રાતોરાત રેલવે ટ્રેક પર બનાવી ઈંટોની કાચી દિવાલ, ડેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

હિમાંશુ ભટ્ટ/મોરબી: વાંકાનેર મોરબી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ઇંટોની કાચી દીવાલ બનાવીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રી દરમ્યાન મોરબી વાકાનેર વચ્ચે પસાર થઇ રહેલ ખાલી ડેમુ ટ્રેન ઇંટની દીવાલ સાથે અથડાઈ હતી. જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને અજાણ્યા શખ્સ દ્વારા રેલવે ટ્રેક ઉપર ઈંટોની કાચી દિવાલ બનાવવામાં આવી હતી તે શા માટે બનાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઇ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રે, વીકલી ટ્રેન અને માલગાડી હાલમાં દોડાવવામાં આવી રહી છે તે દરમિયાન રેલવેની આ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે. અકસ્માતના બનાવો રાત્રી દરમિયાન વાંકાનેર નજીક આવેલા ઓવરબ્રિજ પાસે બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. 

ગુજરાતમાં  AAPએ પટારો ખોલ્યો, કહ્યું: 'સત્તામાં આવીશું તો 200 યુનિટ વીજળી ફ્રી'

હાલમાં રેલવે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગતરાત્રીના એક વાગ્યાના અરસામાં વાંકાનેર તરફથી ખાલી ડેમો ટ્રેન મોરબી બાજુ આવી હતી અને મોરબીથી સાબરમતી તરફ જવા માટે પસાર થતી ખાલી ડેમુ ટ્રેન રીપેરીંગ કામ માટે સાબરમતી તરફ જઈ રહી હતી, ત્યારે વાંકાનેર નજીક આવેલા ઓવર બ્રિજ પાસે રેલવે ટ્રેક ઉપર ઈટોની કાચી દિવાલ ત્રણ ફૂટની બનાવવામાં આવી હતી. તેની સાથે ટ્રેન અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. ત્યાં કોઇ હાજર ન જોવા મળતા આ બનાવ અંગેની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે, અંદાજે દોઢસો જેટલી ઇંટો અને રેલવે ટ્રેક ઉપર ત્રણ ફૂટની દિવાલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી અને રાત્રી દરમ્યાન આ જ રેલવે ટ્રેક ઉપરથી જ્યારે વાંકાનેર તરફથી મોરબી બાજુ ખાલી ડેમુ ટ્રેન આવી હતી, ત્યારે રેલવે ટ્રેક ઉપર કશુ જ રાખવામાં આવ્યુ ન હતુ અને જ્યારે રીપેરીંગ કામ માટે સાબરમતી તરફ જવા માટે રવાના થઈ હતી. ત્યારે વાંકાનેરના ઓવરબ્રિજ પાસે રેલવે ટ્રેક ઉપર ઈંટોનો ઢગલો કરીને કાચી દીવાલ બનાવીને નાખવામાં આવી હતી.

ધો.10 બોર્ડમાં ગણિતના બે વિકલ્પ મળ્યા પણ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનું હવે શું થશે?

જેથી કરીને કોઈ અસામાજિક તત્વો દ્વારા રેલવે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, અને રેલવે વિભાગ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે ટ્રેક ઉપર ઈંટોની કાચી દિવાલ બનાવનારની સામે ફરિયાદ નોંધીને તેને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More