Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: દસક્રોઈના વાંચ ગામે જમીન બાબતે જંગ, પોલીસ કાફલો સ્થળ પર

વાંચ ગામની વાત કરવામાં આવે તો ગત 2015માં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગામ દત્તક લીધું હતું. તેમ છતાં અનેક વાંચગામ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે.

અમદાવાદ: દસક્રોઈના વાંચ ગામે જમીન બાબતે જંગ, પોલીસ કાફલો સ્થળ પર

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય દસક્રોઈમાં વાંચ ગામ ખાતે ગોચર અને ગમતળની જમીન પરના દબાણ દૂર કરવાનો મામલો આજે પેચીદો બન્યો હતો. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના દત્તક ગામમાં જ જમીન બાબતે જંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

વધુમાં વાંચો: ગુજરાતના આ યુવાને સ્ટ્રેન્થ લીફટીંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં મળવ્યો ગોલ્ડ મેડલ

વાંચ ગામની વાત કરવામાં આવે તો ગામમાં 10,000ની વસ્તી છે. જેમાંથી 1200 દલિતો છે. ગત 2015માં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગામ દત્તક લીધું હતું. તેમ છતાં અનેક વાંચગામ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે. જેમાં હાલ ગામમાં જુના સર્વે નં- 165ની 34 વિઘાની ગૌચર અને ગામતળની જમીન પરના દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્ત ટીડીઓ દ્વારા માંગવામાં આવ્યો હતો. પરંતુ આજે પોલીસ બંદોબસ્ત ન મળતા ગામના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.

fallbacks

વધુમાં વાંચો: આશાબેન પટેલને એક બાજુ ભાજપમાં આવકાર તો બીજી બાજુ રેશમાએ કહ્યું કંઇક આવું...

જનતા દ્વારા જાતે દબાણની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ પોલીસ બંદોબસ્ત ન મળવાની બાબતને લઈને પ્રદિપસિંહ જાડેજા પર આરોપ લગાવી ગ્રામજનોએ જણાવ્યું હતું કે પ્રદિપસિંહ જાડેજા સરકારી અધિકારીઓ સાથે મળીને વોટની રાજનીતિ કરી રહ્યા છે. ગ્રામજનોનો ઉશ્કેરાટ જોઈને સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામના અગ્રણીઓ તથા તલાટી સાથે વાતચીત કરીને પોલીસ અધિકારી દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More