Home> Gujarat
Advertisement
Prev
Next

તમારી સાથે પણ બની શકે છે આવો કાંડ! બસ આટલી વાતમાં યુવકને ઢોર માર માર્યો અને પછી લૂંટી લીધો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ ગામે ગત તારીખ 31 ઓગસ્ટના રોજ ગેસની કંપનીમાં મજૂરી કામ કરતો યુવક રોડની બાજુમાં પોતાની બાઈક પાર્ક કરીને ચા નાસતા ની લારી પાસે નળ પર પાણી પીને મોઢું ધોઈ રહ્યો હતો..

તમારી સાથે પણ બની શકે છે આવો કાંડ! બસ આટલી વાતમાં યુવકને ઢોર માર માર્યો અને પછી લૂંટી લીધો

સંદીપ વસાવા/સુરત: ઓલપાડ તાલુકાના દેલાડ ગામે પાણીના છાંટા ઊડવા જેવી નજીવી બાબતે યુવકને ઢોરમાર મારી મોબાઈલ અને બાઈક લૂંટી ભાગી જનાર ઇસમ આખરે પોલીસ પકડમાં આવી ગયો હતો. પોલીસે તેઓ પાસેથી લૂંટ કરેલ મોબાઇલ અને બાઈક પણ જપ્ત કરી હતી. 

સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ ગામે ગત તારીખ 31 ઓગસ્ટના રોજ ગેસની કંપનીમાં મજૂરી કામ કરતો યુવક રોડની બાજુમાં પોતાની બાઈક પાર્ક કરીને ચા નાસતા ની લારી પાસે નળ પર પાણી પીને મોઢું ધોઈ રહ્યો હતો તે દરમિયાન બાજુમાં બાકડા પર સૂતેલા અજાણ્યા યુવક પર પાણીના છાંટા ઊડ્યા હતા. જેથી અજાણ્યો યુવક ઉશ્કેરાઈ ગયો હતો ફરિયાદી યુવકને ઢોર માર મારી તેઓનો મોબાઈલ અને બાઈક લૂંટી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

સાળંગપુર સામે સાધુ-સંતો આકરા પાણીએ, સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી ગયેલ અજાણ્યા યુવક વિરૂદ્ધ ઓલપાડ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તેઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે ચોક્કસ બાતમીના આધારે આ લૂંટના ગુનાના આરોપી સનાતન નાયક નામના ઇસમને પોલીસે રંગોલી ચોકડી થી નવી પારડી જતાં રસ્તા પરથી દબોચી લીધો હતો અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલ બાઈક અને મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સાળંગપુર વિવાદ વચ્ચે મોટો નિર્ણય : સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More